42 કિલોમીટર લાંબો એ જમીનનો ટુકડો, જેના માટે લડી રહ્યા છે ઈઝરાયલ-પેલેસ્ટાઇન

PC: vox.com

પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયલમાં કરવામાં આવેલા હુમલા બાદ અત્યાર સુધી બંને દેશો તરફથી સેકડો લોકોના મોત થઈ ચૂક્યા છે. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂની યુદ્ધની જાહેરાત બાદ ઇઝરાયલની સેના અને વાયુસેના હમાસ આતંકીઓને પાઠ ભણાવી રહી છે. એ Gaza Strip પર સતત રોકેટથી પ્રહાર કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ઇઝરાયલ હંમેશાં આક્રમક રહ્યું છે. આવો તો જાણીએ કે આખરે શું છે Gaza Strip (ગાઝા પટ્ટી)? અને કેમ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન તેને લઈને દશકોથી સામસામે થતા રહ્યા છે.

શું છે Gaza Strip?

Gaza Strip, ઇઝરાયલ, મિસ્ત્ર અને ભૂમધ્ય સાગર વચ્ચે વસેલું એક નાનકડું ક્ષેત્ર છે, જેને દુનિયાના સૌથી ગઢ વસ્તીવાળા વિસ્તારો તરીકે પણ ઓળખવામાં આવે છે. આતંકી ઈસ્લામિક પેલેસ્ટાઇની સંગઠન હમાસ Gazaથી જ ઇઝરાયલ પર હુમલા કરી રહ્યું છે. Gaza Strip લગભગ 10 કિલોમીટર પહોળું અને 41 કિલોમીટર લાંબુ ક્ષેત્ર છે અને ત્યાં 20 લાખ કરતા વધુ લોકો રહે છે. તેનો અર્થ એ છે કે પ્રતિ વર્ગ કિલોમીટર સરેરાશ લગભગ 5,500 લોકો રહે છે.

તો ઇઝરાયલની વાત કરીએ તો અહી સરેરાશ વસ્તીનું ઘનત્વ 400 વ્યક્તિ પ્રતિ વર્ગ કિલોમીટર છે. જેનાથી તમે સમજી શકો છો કે, Gazaમાં કેટલી ગાઢ વસ્તી છે. Gaza Stripના રહેનારા લોકો પેલેસ્ટાઇની છે. તેમાં રહેતા લોકોમાં અહીંના મૂળ રહેવાસી અને શરણાર્થી બંને સામેલ છે. શરણાર્થી અહી 1948માં ઇઝરાયલની સ્થાપના અને ત્યારબાદ ઇઝરાયલીઓ અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ બાદ ભાગીને ગયા હતા. અહી રહેનારા મોટા ભાગના લોકો ઉત્તરમાં, ખાસ કરીને Gaza શહેરમાં રહે છે. અહીની વસ્તી ખૂબ યુવા છે. લગભગ 40 ટકા વસ્તી 15 કરતા ઓછી ઉંમરની છે.

પેલેસ્ટાઇની ક્ષેત્રોમાં Gaza Strip અને ઇઝરાયલના કબજાવાળું વેસ્ટ બેંક સામેલ છે. પૂર્વી યરુશલમ સાથે વેસ્ટ બેન્કની સીમા ઇઝરાયલ, મૃત સાગર અને જૉર્ડન સાથે જોડાયેલી છે. ખૂબ મોટો પરંતુ ઓછી ગાઢ વસ્તી હોવાના કારણે આ Gaza Strip એકદમ અલગ છે. અહી ફતહ પાર્ટીનું શાસન છે, જે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (PLO)નું સૌથી મજબૂત જુથ છે, જે ઇઝરાયલના વ્યક્તિત્વના આધારને માન્યતા આપે છે અને મોટા ભાગના પશ્ચિમી દેશો દ્વારા તેને પેલેસ્ટાઇનીઓનું પ્રતિનિધિત્વ કરનારના રૂપમાં જોવામાં આવે છે.

આવો છે ઇતિહાસ:

પેલેસ્ટાઇન અને ઘણા અન્ય મુસ્લિમ દેશ ઇઝરાયલને યહૂદી રાજ્યના રૂપમાં માનવાનો ઇનકાર કરે છે. વર્ષ 1947 બાદ જ્યારે UNએ પેલેસ્ટાઇનને યહૂદી અને અરબ રાજ્યમાં વહેંચી દીધું હતું, ત્યારથી પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું છે. તેમાં એક મહત્ત્વનો મુદ્દો તેને રાજ્યના રૂપમાં સ્વીકારવાનો છે, તો બીજો Gaza Stripનો છે. જે ઇઝરાયલની સ્થાપનાના સમયથી જ ઇઝરાયલ અને બીજા અરબ દેશો વચ્ચે સંઘર્ષનું કારણ સાબિત થઈ છે.

જૂન 1967ના યુદ્ધ બાદ ઇઝરાયલે ફરીથી Gaza Strip પર કબજો કરી લીધો. ત્યારબાદ ઇઝરાયલે 25 વર્ષો સુધી તેના પર કબજો બનાવી રાખ્યો, પરંતુ વર્ષ 1987મઆ Gazaના પેલેસ્ટાઇનીઓ વચ્ચે દંગા અને હિંસક ઘર્ષણે વિદ્રોહનું રૂપ લઈ લીધું. સપ્ટેમ્બર 2005માં ઇઝરાયલે ક્ષેત્રથી પલાયન પૂરું કરી લીધું અને Gaza Strip પર નિયંત્રણ પેલેસ્ટાઇની ઓથોરિટી (PA)ને સોંપી દીધું. જો કે, ઇઝરાયલે ક્ષેત્ર રક્ષા અને હવાઈ પેટ્રોલિંગ ચાલુ રાખી. વર્ષ 2007થી Gaza Strip પર ઉગ્રવાદી ઇસ્લામી ગ્રુપ હમાસનું શાસન છે. હમાસ ઇઝરાયલ સાથે શાંતિ પ્રક્રિયાનો અસ્વીકાર કરે છે અને પોતાના ચાર્ટરમાં ઇઝરાયલના વિનાશનું આહ્વાન કરે છે.

હમાસના આતંકવાદી છેલ્લા ઘણા વર્ષોથી Gazaથી ઇઝરાયલી ક્ષેત્રોમાં રોકેટથી હુમલા કરતા રહ્યા છે, પરંતુ 7 ઓક્ટોબરના રોજ શરૂ થયેલો હુમલો અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો બતાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2007માં જ્યારે Gaza Strip પર હમાસે કબજો કર્યો તો ત્યારથી ઇઝરાયલ તેને પોતાના ‘દુશ્મન ક્ષેત્ર’ના રૂપમાં જુએ છે અને તેને મોટા પ્રમાણ પર સીલ કરી દેવામાં આવ્યું છે. ઇઝરાયલ જળ, સ્થળ અને આકાશની પહોંચને નિયંત્રિત કરે છે. હમાસે ત્યારથી ઇઝરાયલ પર હુમલા કરી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપ ભૂતકાળમાં ઇઝરાયલી સેના સાથે 4 મોટા સૈન્ય સંઘર્ષ વર્ષ 2008-09, 2012, 2014 અને વર્ષ 2021માં થઈ છે.

વસ્તીનો મોટો હિસ્સો ગરીબ:

ઇઝરાયલ દ્વારા નાકાબંદીનો એકમાત્ર પાડોશી દેશ મિસ્ત્રએ પણ તેનું સમર્થન કર્યું. પરિણામ સ્વરૂપ આર્થિક અલગતાના કારણે Gazaની સ્થિતિ ખરાબ થતી ગઈ અને વસ્તીનો મોટો હિસ્સો આજે પણ ગરીબીમાં જીવી રહ્યો છે. 15 થી 24 વર્ષની ઉંમર વચ્ચેના લગભગ 40 ટકા રહેવાસી બેરોજગાર છે. યુવા વસ્તી વચ્ચે ગરીબી અને સંભાવનાઓ તેમજ અવસરોની કમી જ, એ કારણ છે જેથી હમાસને ત્યાં સમર્થન મળતું રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp