ઇમરાનની ધરપકડ બાદ પાક.માં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, પરમાણુ બોમ્બે ઉડાવી દુનિયાની ઊંઘ

PC: tribune.com.pk

પાકિસ્તાનમાં રાજકીય સંગ્રામ ચાલી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ કરાચીથી લઇને લાહોર અને રાવલપિંડી સુધી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પહેલાથી જ આર્થિક સંકટમાં ઘેરાયેલો દેશ એક મોટી મુશ્કેલીમાં આવી ગયો છે. ઘણા લોકો એ સવાલ કરવા માંડ્યા છે કે, આ પરિસ્થિતિમાં પાકિસ્તાનની પાસે જે પરમાણુ બોમ્બ છે તેનું શું થશે. દેશની પાસે હાલ કુલ 165 પરમાણુ હથિયાર છે. પહેલાથી જ દુનિયાને એ વાતનો ડર હતો કે જો આ હથિયાર આતંકીઓના હાથમાં આવી જશે તો પછી શું થશે. હવે જ્યારે જનતા આર્મી હેડક્વાર્ટ્સને પણ નિશાનો બનાવી રહી છે તો પછી એ ડર પણ બે ગણો થઈ ગયો છે.

ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી સમર્થકોને અપીલ કરવામાં આવી છે કે, સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો ઝડપી કરી દેવામાં આવે. ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ થયા બાદથી જ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા વધી ગઈ છે. પાકિસ્તાન હંમેશાંથી જ આતંકીઓનો ગઢ રહ્યો છે અને વર્તમાન સ્થિતિમાં પરિસ્થિતિ ખૂબ જ નાજુક થઈ ગઈ છે. વર્ષ 1998માં પાકિસ્તાને પહેલો પરમાણુ બોમ્બ બનાવ્યો હતો. આ પરમાણુ બોમ્બ એ સમયે બનાવવામાં આવ્યો હતો જ્યારે ભારતે પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કર્યું. વર્તમાન સ્થિતિ ભારત સહિત સમગ્ર દુનિયા માટે ખૂબ જ ગંભીર છે. રક્ષા વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, પરમાણુ બોમ્બ કોઈ હેન્ડગ્રેનેડ જેવા નથી હોતા તે કોઈ દેશમાં મહાતબાહી લાવી શકે છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઓફિસ તરફથી માર્ચમાં જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ઘણા પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનનો પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ એક રાષ્ટ્રીય સંપત્તિ છે, જેનાથી ઘણા દેશોને આપત્તિ છે. સરકારનો દાવો હતો કે સમગ્ર કાર્યક્રમ ફૂલપ્રૂફ છે અને કોઈપણ પ્રકારના દબાવમાં નથી. નિવેદન અનુસાર, જે ઈરાદા માટે તેને વિકસિત કરવામાં આવ્યા છે, તે સંપૂર્ણરીતે તેને પૂર્ણ કરવા માટે જ છે.

જોકે, જ્યારે તેના પર વાત થવા માંડી તો એક ટ્વિટ કરીને વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ અંગે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે અને તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાની સેના વિશે અવારનવાર કહેવામાં આવે છે કે, તેની આતંકીઓ સાથે સાઠગાંઠ છે, જ્યારે તેના જ હેડક્વાર્ટ્સ પર હુમલા થઈ રહ્યા છે તો પછી સ્થિતિ વધુ જટિલ બની જાય છે.

આતંકવાદી સંગઠનોની સાથે અંદરના લોકોની મિલીભગતના કારણે પરમાણુ હથિયાર ચોરી કરવાની આશંકા ઘણી હદ સુધી વધી જાય છે. પાકિસ્તાન મામલાના જાણકારો માને છે કે, સેનાનું ઇસ્લામીકરણ સૌથી મોટું જોખમ છે, જેના પરિણામ સ્વરૂપ પરમાણુ હથિયાર ખોટાં હાથોમાં જઈ શકે છે. પાકિસ્તાનની પરિસ્થિતિ બાદથી 1999માં ચેચન્યામાં થયેલી એક ઘટના યાદ આવી ગઈ છે. તે સમયે ચેચન વિદ્રોહીઓએ કોબાલ્ટ-60 ની ચોરી કરી લીધી હતી.

વિદ્રોહીઓએ મેક્સિકો સિટીમાં કોબાલ્ટ-60 લઈ જઈ રહેલા એક ટ્રકનું અપહરણ કરી લીધુ હતું. સારી વાત એ રહી કે તેઓ તેનો ઉપયોગ ના કરી શક્યા અને કોઈ નુકસાન ના થયુ. ઘણા ભારતીય રણનીતિકાર હંમેશાંથી જ માનતા આવ્યા છે કે, પાકિસ્તાન પરમાણુ આતંકવાદને પ્રોત્સાહન આપી શકે છે. એવા સમયમાં જ્યારે દેશ નાદારીની કગાર પર છે અને ચારેબાજુએ હિંસાની પરિસ્થિતિ છે, દુનિયા પાકિસ્તાનના પરમાણુ હથિયારો વિશે વિચારીને જ ગભરાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp