ઇમરાન ખાનને આવી સિદ્ધુની યાદ, પૂછ્યું- અમારો સિદ્ધુ ક્યા છે, જુઓ વીડિયો

PC: dawn.com

કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને સિકંદર ગણાવ્યા હતા. સિદ્ધુએ કહ્યું કે, કરતારપુર કોરિડોર શરૂ કરીને ઇમરાન ખાને 14 કરોડ શીખોનું દિલો જીત્યું છે. ઇમરાને પણ સિદ્ધુનું હાર્દિક સ્વાગત કર્યું. આ દરમિયાન ઇમરાન ખાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કહી રહ્યો છે કે અમારો સિદ્ધુ ક્યાં છે.

ઇમરાન ખાન કરતાપુર કોરિડોરના ઉદ્ઘાટન સ્થળે પહોંચવા માટે બસમાં ચઢ્યા હતા. આ દરમિયાન ઇમરાને ત્યાં હાજર લોકોને પૂછ્યું, અમારો સિદ્ધુ ક્યાં છે? તે આવ્યો છે? . તેના પર બસમાં હાજર લોકોએ તેમને કહ્યું કે હા સિદ્ધુ આવી ગયો છે. દરમિયાન ત્યાં હાજર રહેલા એક મંત્રીએ કહ્યું કે, જો ભારત સરકારે સિદ્ધુને રોક્યો હોત, તો મીડિયાએ તેને હેડલાઇન બનાવી દીધી હોત. આ દરમિયાન ઇમરાને મનમોહન સિંહ વિશે પણ પૂછ્યુ હતું. ઇમરાનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઉદઘાટન સમારોહમાં કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રશંસામાં ઘણી વાત કહી હતી. કોરિડોર માટે તેમણે ઇમરાન ખાન તેમ જ PM મોદીનો આભાર માન્યો. ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતી વખતે સિદ્ધુએ ઇમરાન ખાનને ઇતિહાસના સર્જક ગણાવીને શરૂઆત કરી. સિદ્ધુએ પોતાના ભાષણની શરૂઆત ઇમરાનની ભવ્યતામાં એક કવિતા સંભળાવીને કરી હતી.

સિદ્ધુએ કહ્યું, ' હે સમય નદી કી બાઢ કી અક્સર સબ બહ જાયા કરતે હૈ, હે સમય બડા તુફાન પ્રબલ પર્વત ભી ઝુક જાયા કરતે હે. અક્સર દુનિયા કે લોગ સમયમાં ચક્કર ખાયા કરતે હે, પર કુછ ઇમરાન ખાન જૈસે હોતે હૈ જો ઇતિહાસ બનાયા કરતે હે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp