કેનેડિયન PM ટ્રૂડોએ હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને નફરત ફેલાવનારું કહ્યું

PC: hindustantimes.com

કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ભારત વિરોધી પોતાની હરકતોથી ઉપર આવી રહ્યા નથી. તેમણે તાજા વિવાદમાં હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને નફરત ફેલાવનારું કરાર આપ્યું છે. સોશિયલ મેડિયા X (અગાઉ ટ્વીટર) પર જસ્ટિન ટ્રૂડોએ લખ્યું કે, તેઓ નફરત ફેલાવનારા ચિહ્નોને સંસદ પાસે પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપી શકે. તેમણે આજે સવારે ટ્વીટ કરી કે, ‘જ્યારે આપણે ધ્રૃણિત ભાષા અને કલ્પના જોઈએ કે સાંભળીએ છીએ તો તેની નિંદા કરવી જોઈએ. પર્લિયામેન્ટ હિલ પર કોઈ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન અસ્વીકાર્ય છે.

તેમણે આગળ કહ્યું કે, કેનેડિયન લોકોને શાંતિપૂર્વક ભેગા થવાનો અધિકાર છે, પરંતુ આપણે યહૂદી વિરોધી ભાવના, ઇસ્લામોફોબિયા કે કોઈ પણ પ્રકારની નફરતને સહન નહીં કરી શકીએ. સોશિયલ મીડિયા પર લોકો જસ્ટિન ટ્રૂડોની આ ટ્વીટ માટે નિંદા કરી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે સ્વસ્તિક ચિહ્ન પવિત્રતાનું પ્રતિક છે, જ્યારે નાઝીઓના ચિહ્ન હેકેનક્રૂઝ નફરતનું પ્રતિક છે. થોડા દિવસ અગાઉ જસ્ટિન ટ્રૂડોએ સંસદમાં બોલાવીને એક નાઝી યુદ્ધના ગુનેગારને સન્માનિત કર્યો હતો

ત્યારબાદ પણ તેમની નિંદા થઈ હતી, જેમાં કેનેડિયન સ્પીકરને રાજીનામું આપવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જસ્ટિન ટ્રૂડો ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરાવવાનો પાયાવિહોણો આરોપ ભારત પર ભરી કેનેડિયન સંસદમાં લગાવી ચૂક્યા છે. ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધ ખરાબ થયા છે. જસ્ટિન ટ્રૂડો ભારત વિરુદ્ધ કામ કરનારા ખાલિસ્તાન સમર્થક આતંકીઓ તરફ ઝુકાવ રાખે છે. કેનેડિયન વડાપ્રધાન લાંબા સમયથી હિન્દુ પ્રતિક સ્વસ્તિક પર બેન લગાવવાના ચક્કરમાં છે. જો કે, અત્યાર સુધી તેઓ આ નિર્ણય લઈ શક્યા નથી. કેનેડાની સંસદમાં તેના માટે એક બિલ પણ લાવવામાં આવી ચૂક્યું છે.

કેનેડાએ વેનકુંવરના સરેમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ભારતે કેનેડાના આ આરોપોનું ખંડન કર્યું હતું. ત્યારબાદ બંને દેશો વચ્ચે રાજનીતિક સંબંધ પોતાના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. ભારત અને કેનેડાએ એક-બીજાના બે ઉચ્ચ રાજદૂતોને કાઢી મૂક્યા છે. એ સિવાય ભારતે થોડા દિવસ સુધી કેનેડા માટે વિઝા સર્વિસ પણ રોકી દીધી હતી, ત્યારબાદ ફરી શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp