ઇઝરાયલ પર 5000 રોકેટોથી હુમલો કરનાર હમાસ કોણ છે? એનો ગુરુ વ્હીલચેર પર ફરતો

PC: hotcore.info

હમાસે ઇઝરાયલ પર હજારો રોકેટ હુમલા કર્યા. પરંતુ શું તમે હમાસનો અર્થ જાણો છો? ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ પર સેંકડો રોકેટ છોડવામાં આવ્યા પછી તે હજુ એક્શનમાં છે. હમાસનું આક્રમણ એવું હતું કે ઈઝરાયલની સેના દ્વારા યુદ્ધની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે.

અહેવાલો અનુસાર ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં રોકેટ હુમલાના કારણે આગ લાગવાની ઘટનાઓ બની છે. હમાસની સશસ્ત્ર વિંગે કહ્યું છે કે 'ઓપરેશન અલ-અક્સા ફ્લડ' શરૂ થતાંની સાથે જ 5,000 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. પરંતુ હવે ઈઝરાયેલે જવાબી કાર્યવાહીની જાહેરાત કરી છે. પરંતુ શું તમે હમાસનો અર્થ જાણો છો? ચાલો તમને જણાવીએ એના વિશે.

અરબી ભાષામાં હમાસનો અર્થ થાય છે ‘ઇસ્લામિક રેજિસ્ટન્સ મૂવમેન્ટ’ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ચરમપંથી હમાસ વચ્ચે હિસંક લડાઇનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. આ સંગઠન હમેંશા ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે શાંતિ પ્રક્રિયાઓનું વિરોધ કરતું આવ્યું છે. હમાસ આ પહેલા પણ અનેક વખત ઇઝરાયલ પર હુમલા કરી ચૂક્યું છે.

મીડિયા અહેવાલો મુજબ શેખ અહમદ યાસીન 12 વર્ષની ઉંમરથી જ વ્હીલેચરના સહારે જિંદગી ગુજારતો હતો. જે પછી હમાસના આધ્યાત્મિક ગુરુ બની ગયો હતો.યાસીનનું વર્ષ 2004માં એક ઇઝરાયલી હુમલામાં મોત થયું હતું.

વર્ષ 1990ના દશકમાં હમાસ ચરમપંથી બન્યુ અને આજે પેલેસ્ટાઇનનું સૌથી શક્તિશાળી રાજનીતિક સંગઠન બની ગયું છે.

પશ્ચિમ કાંઠા અને ગાજા પટ્ટીમાં હમાસ આતંકવાદી પેલેસ્ટાઇન રાષ્ટ્રવાદી અને ઇસ્લામી આંદોલન જે ઐતિહાસિક પેલેસ્ટાઇનમાં એક સ્વતંત્ર ઇસ્લામી રાજ્યની સ્થાપના માટે સમર્પિત છે.

1987માં સ્થપાયેલા, હમાસે ઇઝરાયલ- પેલેસ્ટાઇન સંઘર્ષ માટે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (PLO)ના ધર્મનિરપેક્ષ દ્રષ્ટિકોણનો વિરોધ કર્યો અને પેલેસ્ટાઇનના કોઇ પણ હિસ્સાને સોંપવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા.

હમાસના પાયા કેવી રીતે નંખાયા તેના વિશે વાત કરીએ તો વર્ષો પહેલાં પેલેસ્ટાઈનીઓને લાગ્યું કે જ્યારે ઈઝરાયેલે સત્તા સંભાળી ત્યારે તેમને રાજકીય ઉકેલની જરૂર છે. આ મુદ્દાના રાજકીય ઉકેલની શરૂઆત કરવા માટે, ફતહ નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. ફતહની રચના 1950 માં કરવામાં આવી હતી. ફતહ એક ઉદાર સંગઠન તરીકે ગણાતું હતું, પરંતુ 1987માં ફતહની સામે કટ્ટરપંથી સંગઠન હમાસનું અસ્તિત્તવ ઉભું થયું ,જેણે મુસ્લિ ભાઇચારાને પ્રોત્સાહન આપ્યું હતું.

2006ની ચૂંટણી 132 બેઠકો માટે લડવામાં આવી હતી. હમાસે ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં રાજકીય સત્તા મેળવી. હમાસ ઇઝરાયલ પર વિજય મેળવવા માંગતું હતું અને 73 બેઠકો જીતી હતી. ફતહને માત્ર 45 સીટો મળી છે. 2021 માં ફરીથી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તેથી રોકેટ આગ સંઘર્ષ શરૂ થયો.

હમણા હમાસે ઇઝરાયલ પર હુમલો શું કામ કર્યો? તો એ વિવાદનું કારણ અલ અક્સા મસ્જિદ કંપાઉન્ડ છે. હમાસના મિલિટ્રી કમાંડર મોહમ્મ્દ દીફે ‘ઓપરેશન અલ અક્સા સ્ટોર્મ’ની જાહેરાત કરેલી છે. જેનો હેતુ સંવેદનશીલ ગણાતા અલ અક્સા કંપાઉન્ડને મૂકત કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp