કોણ છે મક્કાના ઈમામ જેઓ અયોધ્યામાં રાખશે મસ્જિદનો પાયો, તાજમહલ જેવી હશે સુંદરતા

PC: connect.muslimpro.com

અયોધ્યામાં પ્રસ્તાવિત મસ્જિદનો પાયો મક્કાના ઈમામ કે ઈમામ-એ-હરમ, અબ્દુલ-રહમાન-અલ-સુદૈસના હાથે થશે. આ મસ્જિદને આયોધ્યાથી 25 કિલોમીટર દૂર ધન્નીપુર ગામમાં બનાવવામાં આવશે. મસ્જિદની જમીનને ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુસ્લિમોને આપી હતી. અયોધ્યામાં બનનારી આ મસ્જિદનું નામ મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા હશે.

મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા ડેવલપમેન્ટ કમિટીના અધ્યક્ષ મુંબઈ સ્થિત ભાજપના નેતા હાજી અરફાત શેખે કહ્યું કે, અયોધ્યામાં નવી મસ્જિદ ભારતમાં સૌથી મોટી હશે. તેમણે એમ પણ જણાવ્યું કે, મસ્જિદમાં દુનિયાની સૌથી મોટી કુરાન પણ હશે જે 21 ફૂટ ઊંચી અને 36 ફૂટ પહોળી હશે. એવામાં ચાલો આ આર્ટિકલાં જાણીએ અબ્દુલ-રહમાન-અલ-સુદૈસ બાબતે, જેઓ અયોધ્યામાં મસ્જિદનો પાયો રાખશે.

કોણ છે મક્કાના ઈમામ:

ઈમામ અબ્દુલ-રહમાન-અલ-સુદૈસનું આખું નામ અબ્દુલ રહમાન ઇબ્ન અબુદલ અજીજ અલ-સુદૈસ છે. તેમનો જન્મ વર્ષ 1961માં સાઉદી અરબના કાસિમ શહેરમાં થયો હતો. મક્કામાં મસ્જિદ અલ હરમના મુખ્ય ઈમામ અને ખતીબ હોવા સિવાય તેઓ બે પવિત્ર મસ્જિદો બાબતો માટે જનરલ પ્રેસિડેન્સીના અધ્યક્ષ પણ છે. 12 વર્ષની નાની ઉંમરમાં અલ સુદૈસે પવિત્ર કુરાનને યાદ કરી લીધી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ અલ મુથાના બિન હરિથ એલિમેન્ટ્રી સ્કૂલથી થઈ હતી. ત્યારબાદ તેમણે 1979માં ખૂબ જ સારા ગ્રેડ સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું.

અબ્દુલ-રહમાન-અલ-સુદૈસે રિયાદ યુનિવર્સિટીથી પણ અભ્યાસ કર્યો છે. તેને વર્તમાનમાં કિંગ સાઉદ યુનિવર્સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે વર્ષ 1983માં શરિયામાં ડિગ્રી હાંસલ કરી અને વર્ષ 1987માં ઈમામ મુહમ્મદ બિન સાઉદ ઈસ્લામિક યુનિવર્સિટીના શરિયા કોલેજથી માસ્ટર ડિગ્રી હાંસલ કરી. વર્ષ 1995માં તેમને ઉમ્મ અલ-કુરા યુનિવર્સિટીથી ઈસ્લામિક શરિયામાં P.hdથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ એ જ યુનિવર્સિટીમાં શરિયા ફેકલ્ટીમાં વરિષ્ઠ શિક્ષકોમાંથી એક છે.

શેખ અબ્દુલ-રહમાન-અલ-સુદૈસ તેમના ઉદાર અવાજ અને તાજવીદ મુજબ કુરાનના ભાવાત્મક, જબરદસ્ત વ્યાખ્યાન માટે ઓળખાય છે. મુસ્લિમ ઉમ્માના પ્રત્યેક વ્યક્તિના અવાજથી પરિચિત છે. અહી સુધી કે શેખ અબ્દુલ રહમાન અલ સુદૈસને કિંગ સલમાને વર્ષ 2016/1437માં હજ ખૂતબા આપવા માટે નિમણૂક કર્યા હતા. વર્ષ 2005માં તેમને 9માં વાર્ષિક દુબઈ ઇન્ટરનેશનલ હોલી કુરાન એવોર્ડમાં ‘ઈસ્લામિક પર્સનાલિટી ઓફ ધ યર’નો પુરસ્કાર મળ્યો. શેખ સુદેશ વર્તમાનમાં મક્કા અને મદિનામાં બંને મસ્જિદોમાં ચાલી રહેલા નિર્માણ અને વિસ્તાર કાર્યની દેખરેખ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp