કોણ છે એ 3 વિદ્યાર્થી, જેમના આંદોલનથી બાંગ્લાદેશમાં ફેલાઈ અરાજકતા
છેલ્લા એક મહિનાથી બાંગ્લાદેશમાં અનામત વિરોધ આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલન વિરુદ્ધ શેખ હસીના સરકારે સખ્તાઈ દેખાડી તો તેમને જ સત્તામાંથી હટાવવાના આંદોલનમાં બદલાઈ ગયું. અંતમાં સ્થિતિ એટલી બગડી ગઈ કે 4 ઑગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડીને જ ભાગી નીકળ્યા. હાલમાં તેઓ ભારતમાં છે અને ત્યાંથી બ્રિટન, ફિનલેન્ડ જેવા કોઈ દેશમાં જવાન જુગાડમાં છે. આ દરમિયાન દરેક જાણવા માગે છે કે આખરે આટલું મોટું આંદોલન અચાનક કેવી રીતે ઊભું થઈ ગયું અને તેની પાછળ કોણ હતું.
તેનો જવાબ 3 વિદ્યાર્થી છે નાહિદ ઇસ્લામ, અસિફ મહમૂદ અને અબુ બકર મજૂમદાર. આ ત્રણેય જ વિદ્યાર્થી ઢાકા યુનિવર્સિટીમાં ભણે છે અને અનામત વિરુદ્ધ ચાલનાર આંદોલનના આગ્રણી હતા. એક રિપોર્ટ મુજબ, 19 જુલાઈના રોજ આ ત્રણેયનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની સખત પૂછપરછ કરવામાં આવી અને અત્યાચાર પણ થયો. પછી 26 જુલાઈએ છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ આંદોલનને આ લોકોએ ફરીથી આગળ વધાર્યું અને લગભગ 10 દિવસની અંદર સરકાર ઉથલાવી દેવામાં આવી. હવે કમાન સેનાના હાથોમાં છે. વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ છે, જેમાં ત્રણેય નેતાઓની પણ મહત્ત્વની ભૂમિકા છે.
કોણ છે નાહિદ ઇસ્લામ જે બન્યો છે આંદોલનનો ચહેરો:
ત્રણેયએ આજે એક વીડિયોના માધ્યમથી જાહેરાત કરી કે વચગાળાની સરકારના મુખિયા ડૉ. યુનુસ હશે, જે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી છે. આંદોલનના સૌથી મોટા ચહેરો નાહિદની વાત કરીએ તો તે ઢાકા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છે. તે એ આંદોલનનો નેતા છે જેનું નામ સ્ટુડન્ટ અગેઇન્સ્ટ ડિસક્રિમિનેશન મૂવમેન્ટ છે. SADMમાં બેનર હેઠળ વિદ્યાર્થીઓએ માગ કરી હતી કે બાંગ્લાદેશમાં કોટા સિસ્ટમમાં બદલાવ કરવામાં આવે. એ હેઠળ 30 ટકા અનામત બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં હિસ્સો લેનારા લોકોના પરિવારજનોને મળે છે.
બાંગ્લાદેશમાં કુલ 56 ટકા અનામત ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ નોકરીઓમાં મળે છે. આ વ્યવસ્થાને ભેદભાવવાળી અને રાજનીતિક ફાયદા માટે ઉપયોગ થનારી બતાવવામાં આવી રહી છે. નાહિદ ઇસ્લામ એક અન્ય સહયોગી આસિફ મહમૂદ ઢાકા યુનિવર્સિટીમાં ભાષા શાસ્ત્રના વિદ્યાર્થીઓ છે. તો અબુ બકર મજૂમદાર પણ ઢાકા યુનિવર્સિટીમાં જ ભણે છે. તે ભૂગોળનો વિદ્યાર્થી છે અને બાંગ્લાદેશના ઇતિહાસને બદલવા માગે છે. અબુ બકરનું પણ અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને આંદોલનમાં હિસ્સો લેવા બદલ અત્યાચાર કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વિદ્યાર્થી નેતાઓની ઉંમર 25 વર્ષની આસપાસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp