ટેલિગ્રામ CEOને જેલમાં મોકલનાર 'રહસ્ય મહિલા' કોણ?તે મોસાદની એજન્ટ કેમ કહેવાય છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામના સહ-સ્થાપક અને CEO પાવેલ દુરોવની પેરિસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોવેલ પર તેની કંપની ટેલિગ્રામ દ્વારા ગુનાહિત સામગ્રી ફેલાવવાનો આરોપ છે. આ સિવાય તે અન્ય ઘણા આરોપોનો સામનો કરી રહ્યો છે. રશિયાના 'માર્ક ઝુકરબર્ગ' તરીકે જાણીતા પાવેલ દુરોવ ઘણા સમયથી પશ્ચિમી દેશોની નજરમાં હતા. પેરિસના બાર્જેટ એરપોર્ટ પર તે પોતાના પ્રાઈવેટ જેટમાંથી ઉતરતાની સાથે જ અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી.
પાવેલની સાથે જુલી વાવિલોવા નામની મહિલા પણ હતી, જેને ફ્રાન્સની પોલીસે અટકાયતમાં લીધી છે. હવે પાવેલની ધરપકડમાં જુલીનું નામ પણ સામે આવી રહ્યું છે. આ 'રહસ્ય મહિલા' વિશે અનેક પ્રકારની થિયરી સામે આવી રહી છે અને તેને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.
જુલી વાવિલોવાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તે 24 વર્ષની છે અને દુબઇ સ્થિત ક્રિપ્ટો કોચ છે. જુલીએ તેના ઈન્સ્ટા બાયોમાં જણાવ્યું છે કે તેને ગેમિંગ, ક્રિપ્ટો કરન્સી અને વિવિધ ભાષાઓમાં રસ છે. તે અંગ્રેજી, રશિયન, સ્પેનિશ અને અરબી જેવી ભાષાઓ જાણે છે. જુલીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ દર્શાવે છે કે તે અને ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવ વચ્ચે ગાઢ સંબંધ છે. જુલીના પ્રોફાઈલ પર બંનેની ઘણી તસવીરો છે. જેમાં તેઓ કઝાકિસ્તાન, કિર્ગિસ્તાનથી લઈને અઝરબૈજાન સુધી સાથે જોવા મળે છે. આ તસવીરો જોઈને લાગે છે કે, બંને વચ્ચે ગાઢ સંબંધ છે, જોકે તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેઓ રિલેશનશિપમાં છે કે નહીં.
During his trips to Kazakhstan, Kyrgyzstan, and Azerbaijan, Pavel #Durov was accompanied by 24-year-old "crypto coach" and streamer Yulia Vavilova💄, who resides in Dubai. She was also with him at the time of his arrest in France.
— Russian Market (@runews) August 25, 2024
Up until August 24, she had been actively… pic.twitter.com/I8DSxPOgMI
પાવેલ દુરોવની ધરપકડને લઈને ઘણી થિયરીઓ ઉભરી રહી છે. એક થિયરી એ છે કે, જુલી વાવિલોવાએ તેને હનીટ્રેપ કર્યો અને તેને ફસાવીને ફ્રાન્સ લઈ ગઈ. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જૂલી એક ઈન્ટેલિજન્સ એજન્ટની જેમ કામ કરતી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે તમામ સ્થળોની તસવીરો શેર કરી છે, જ્યાં તે પાવેલ સાથે ગઈ હતી. એક રીતે તે અધિકારીઓને ટીપ આપી રહી હતી. એવી પણ એક થિયરી છે કે જુલી વાવિલોવા પોતે પોલીસ સર્વેલન્સ પર હતી અને પાવેલ તેના અફેરમાં ફસાઈ ગયો.
કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જુલી વાવિલોવા ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદની એજન્ટ હોઈ શકે છે. તે પશ્ચિમમાં એક સિન્ડિકેટનો ભાગ હતો જેનો ઉદ્દેશ્ય પાવેલ દુરોવને પકડવાનો હતો. જુલી પર શંકા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, તેની પૃષ્ઠભૂમિ વિશે કોઈને વધુ ખબર નથી. પાવેલ દુરોવ જ્યારે રશિયા છોડીને દુબઈ શિફ્ટ થયો ત્યારે જુલી અચાનક તેના સંપર્કમાં કેવી રીતે આવી અને પછી આટલી નજીક કેવી રીતે આવી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
The woman who accompanied Pavel Durov on his journey that led to his arrest is Juli Vavilova
— Baptiste Robert (@fs0c131y) August 25, 2024
It's #OSINT time! https://t.co/4ejQfRT8lt pic.twitter.com/asJlUG0Ui5
ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાવેલની ધરપકડ પછી જુલીને પણ કસ્ટડીમાં લેવામાં આવી હતી. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પોવેલની ધરપકડ પછીથી જુલીની કોઈ ખબર નથી અને તેને શોધી શકાઈ નથી. જુલીના નજીકના સંબંધીઓ પણ દાવો કરે છે કે, તેની સાથે કોઈ સંપર્ક થઇ શકતો નથી. જેના કારણે શંકા વધુ ઘેરી બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp