ઓમીક્રોન વચ્ચે કોરોનાની સારવાર માટે WHOએ સારવાર માટે જણાવી આ 2 નવી દવાઓ

PC: reuters.com

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનના વધતા કેસો વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ શુક્રવારે કોરોના વાયરસની સારવાર માટે બે નવી દવાઓની ભલામણ કરી છે. આ બંને દેવાઓના નામ બારિસિટિનિબ અને કાસિરિવિમેબ છે. પીયર રિવ્યૂ જર્નલ BMJમા હેલ્થ બોડી એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે ગંભીર રૂપે બીમાર દર્દીઓની સારવાર માટે કૉર્ટિકોસ્ટ્રોયડ્સ સાથે બારિસિટિનિબનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આ દવાનો ઉપયોગ આર્થરઇટિસની સારવારમાં કરવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે દવા વેન્ટિલેટરની જરૂરિયાત ઓછી કરી દે છે અને કોઈ પણ સાઇડ ઇફેક્ટ વિના દર્દીના જીવનું જોખમ ઓછું કરી શકે છે. તેની અસર આર્થરાઇટિસની એક અન્ય દવા ઇન્ટરલ્યૂકિન-6 (IL-6) સમાન હોય છે. જો તમારી પાસે બંને દવાઓનો વિકલ્પ ઉપસ્થિત છે તો કિંમત, ઉપલબ્ધતા અને ક્લિનિશિયન એક્સપિરિયન્સના આધાર પર દવા ખરીદો. એક સમય પર બંને દવાઓ લેવાની ભૂલ ન કરો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ગાઇડલાઇન અપડેટમાં મોનોક્લોનલ એન્ટિબોડી સોટ્રોવિમેબની પણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા ઉપયોગની ભલામણ કરી છે.

તેને ઓછા ગંભીર ઇન્ફેક્શન પરંતુ હૉસ્પિટલમાં એડમિટ થવાનું વધારે જોખમવાળા દર્દીઓને આપી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક અન્ય મોનોક્લોનલ એન્ટિબોડી દવા કેસિરિવિમેબ-ઇમદિવિમેબ માટે પણ આ જ પ્રકારની ભલામણ કરી છે. જોકે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોનોક્લોનલ એન્ટિબોડીની ભલામણ માટે જરૂરી ડેટા ઉપલબ્ધ નહોતા અને હેલ્થ બોડીએ એવો પણ સ્વીકાર કર્યો છે કે ઓમીક્રોન જેવા નવા વેરિયન્ટ વિરુદ્ધ તેની પ્રભાવશીલતાની જાણકારી હાલમાં નથી.

મોનોક્લોનલ એન્ટિબોડીના જરૂરી ડેટા મળતા જ તેની ગાઈડલાઇન અપડેટ કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થાની આ ભલામણો 4000 સામાન્ય, ઓછા ગંભીર અને વધારે ગંભીર સંક્રમિત દર્દીઓ પર થયેલા 7 ટ્રાયલ્સમાં મળેલા પુરાવા પર આધારિત છે. એ બધા દર્દી એક લિવિંગ ગાઇડલાઇનનો હિસ્સો છે જેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેથેડોલોજીકલ સપોર્ટ ઓફ એવિડેન્સ ઇકોસિસ્ટમ ફાઉન્ડેસના સાથે મળીને વિકસિત કરવામાં આવ્યો છે જેથી કોરોના મેનેજમેન્ટ માટે ભરોસાપાત્ર દિશા-નિર્દેશ આપવામાં આવી શકે અને દર્દીઓની સારવાર કરનારા ડૉક્ટર્સ પણ સારો નિર્ણય લઈ શકે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp