મારબર્ગ વાયરસને લઈ WHOએ આપી ચેતવણી, લોકોનો લઈ રહ્યો છે જીવ, આ રીતે રહો સાવધાન

PC: newscientist.com

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે, મારબર્ગ વાયરસના પ્રકોપથી ભૂમધ્યરેખીય ગિનીમાં ઓછામાં ઓછાં નવ લોકોના મોત થઈ ગયા છે. આ તમામ મોતો મારબર્ગ વાયરસના કારણે થયા છે. જે ઈબોલા વાયરસની જેમ જ ખતરનાક વાયરસ છે. તેમા પણ ઈબોલાની જેમ જ તાવ આવે છે. એક પ્રેસ નિવેદનમાં, WHOએ કહ્યું કે ઈક્વેટોરિયલ ગિનીમાં સોમવારના રોજ નવ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તમામ મૃતકોની તપાસમાં મારબર્ગ વાયરસથી સંક્રમણની જાણકારી મળી છે. WHOના નિવેદન અનુસાર, આ વાયરસ વિશે જાણકારી મળી છે કે તે ચામરચીડિયા દ્વારા ફેલાય છે. ગિનીમાં આ વાયરસની જાણકારી મળ્યા બાદ જે લોકોમાં આ બીમારીના લક્ષણ દેખાઈ રહ્યા છે, તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

આફ્રિકામાં WHOના ક્ષેત્રીય નિદેશક ડૉ. માત્શિડિસોએ કહ્યું, મારબર્ગ અત્યાધિક સંક્રામક છે. બીમારીની પુષ્ટિ કરવામાં ઈક્વેટોરિયલ ગિનીના અધિકારીઓએ ઝડપ બતાવી અને નિર્ણાયક કાર્યવાહી કરી જે બદલ આભાર. હવે આપણે લોકોનો જીવ બચાવી શકીએ છીએ અને વાયરસને વહેલીતકે રોકી શકીએ છીએ.

WHO અનુસાર, મારબર્ગ વાયરસ રોગ ખતરનાક છે જે વાયરસ દ્વારા ફેલાય છે. આ એ જ પરિવારનો વાયરસ છે જે ઈબોલા વાયરસ રોગનું કારણ બને છે. મારબર્ગ વાયરસના કારણે થનારી બીમારીમાં અચાનક તાવ, માથુ દુઃખવુ અને ગંભીર અસ્વસ્થતા થાય છે. ઘણા રોગીઓમાં સંક્રમણના સાત દિવસોમાં ગંભીર રક્તસ્ત્રાવના લક્ષણ જોવા મળ્યા.

આ વાયરસ ચામરચીડિયામાંથી માણસોમાં ફેલાય છે અને સંક્રમિત લોકોના છીંકવા-ખાંસવા અને સીધા સંપર્કના માધ્યમથી મનુષ્યોમાં ફેલાય છે. અત્યારસુધી, વાયરસની સારવાર માટે કોઈ વેક્સીન અથવા ઈલાજ નથી મળ્યા. જોકે, યોગ્ય સારવારથી લોકોને બચાવી શકાય છે. તેના માટે વેક્સીન બનાવવાની વાત કહેવામાં આવી રહી છે.

મારબર્ગ રોગ શું છે

મારબર્ગ વાયરસ રોગ એક અત્યાધિક વિષાણુજનિત રોગ છે જે રક્તસ્ત્રાવી તાવના કારણે બને છે, જેમા મૃત્યુદર 88 ટકા સુધી હોય છે. આ એ જ પરિવારનો વાયરસ છે જે ઈબોલા વાયરસ રોગનું કારણ બને છે.

મારબર્ગ રોગના લક્ષણ

મારબર્ગ વાયરસના કારણે થનારી બીમારી અચાનક તાવ, અતિશય માથુ દુઃખવુ અને ગંભીર અસ્વસ્થતાની સાથે શરૂ થાય છે. ઘણા રોગીઓમાં સાત દિવસોમાં ગંભીર રક્તસ્ત્રાવ લક્ષણ વિકસિત થઈ જાય છે.

મારબર્ગ રોગ કઈ રીતે ફેલાય છે?

  • ઈબોલાની જેમ, મારબર્ગ વાયરસ ચામરચીડિયાઓમાં ઉત્પન્ન થાય છે અને સંક્રમિત લોકો, સપાટી અને સામગ્રીઓના શારીરિક તરલ પદાર્થોના સીધા સંપર્કના માધ્યમથી મનુષ્યોમાં ફેલાય છે. દુર્લભ વાયરસની પહેલીવાર 1967માં ઓળખ કરવામાં આવી હતી.
  • વાયરસની સારવાર માટે સ્વીકૃત કોઈ વેક્સીન અથવા એન્ટીવાયરલ સારવાર નથી.
  • સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે, રક્ત ઉત્પાદો, પ્રતિરક્ષા સારવારો અને દવા ઉપચારોની સાથોસાથ ચરણ 1 ડેટાવાળા ઉમેદવાર વેક્સીન સહિત ઘણી સંભવિત સારવારનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp