એલન મસ્કને મોટો ઝટકો, આ દેશે X(ટ્વીટર) પર લગાવ્યો બેન, જાણો કારણ
બ્રાઝીલે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. એલન મસ્કની માલિકી હકવાળા પ્લેટફોર્મ Xને બ્રાઝીલમાં બેન કરી દીધું છે. બ્રાઝીલમાં Xએ પોતાનો કાયદાકીય પ્રતિનિધિ નિમણૂક કરવાના હતા, પરંતુ તેમણે એમ ન કર્યું. ત્યારબાદ તેના પર બ્રાઝીલમાં બેન લગાવી દીધો છે. બ્રાઝીલ મુજબ, જ્યાં સુધી X કોર્ટના બધા આદેશોનું પાલન કરતું નથી અને દંડ ભરતું નથી, ત્યાં સુધી તેના પર પૂરી રીતે બેન રહેશે.
એપ્રિલથી એલન મસ્ક અને બ્રાઝીલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં બ્રાઝીલની કોર્ટે ઘણા સોશિયલ મીડિયા અકાઉન્ટને બેન કરી દીધા હતા. તેના પર ખોટી જાણકારી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા એલન મસ્કે કહ્યું હતું કે, ફ્રી સ્પીચ કોઈ પણ લોકતંત્રનો આધાર છે. બ્રાઝીલના જજોને જનતાએ પસંદ કર્યા નથી અને તેઓ રાજનીતિક દબાવમાં આવીને તેને બરબાદ કરી રહ્યા છે.
બ્રાઝીલની સુપ્રીમ કોર્ટના જજે બુધવારે રાત્રે એલન મસ્કને ચેતવણી આપી હતી કે જો X બ્રાઝીલમાં એક પ્રતિનિધિને નોમિનેટ કરવા તેમના આદેશનું પાલન કરતું નથી, તો દેશમાં Xને બેન કરી દેવામાં આવશે.
ક્યાં સુધી રહેશે બેન?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી X આદેશોનું પાલન કરતું નથી, ત્યાં સુધી પ્લેટફોર્મ પર બેન યથાવત રહેશે. એ સિવાય કોર્ટે એમ પણ કહ્યું કે, જે લોકો કે કંપનીઓ X સુધી પહોંચવા માટે વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક કે VPNનો ઉપયોગ કરે છે, તેના પર 8900 ડૉલરનો ડેલી દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કંપનીએ ઘણા દિવસ અગાઉ બ્રાઝીલમાં પોતાનું સંચાલન પહેલા જ બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી.
એલન મસ્કે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, આ પગલું તેમના કર્મચારીઓની સુરક્ષા માટે ઉઠાવવામાં આવ્યું છે. Xએ આરોપ લગાવ્યો હતો કે એક બ્રાઝીલીયન જજે તેમના એક કાયદાકીય પ્રતિનિધિને પ્લેટફોર્મ પરથી કેટલાક કન્ટેન્ટ હટાવવાના કાયદાકીય આદેશોનું પાલન ન કરવા પર જેલ મોકલવાની ધમકી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp