દરિયા કિનારાના શહેરમાં તમામ આધુનિક સુવિધાઓ છતાં કોઇ મફતમાં પણ રહેવા તૈયાર નથી

PC: swarajyamag.com

આ એક એવું શહેર છે, જે સમુદ્રના કિનારે વસેલું છે. અહી મોટી મોટી ઇમારતો છે, ગોલ્ફ કોર્સ, વોટર પાર્ક, ઓફિસ, બાર અને રેસ્ટોરાં સહિત તમામ પ્રકારની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. હરિયાળી વચ્ચે 1,370 હેક્ટર એરિયામાં આલીશાન ઇમારતો ઊભી કરવામાં આવી. અહી 10 લાખ લોકો રહે તેવી વ્યવસ્થા થઈ રહી હતી. આ પ્રોજેક્ટનું નામ ફોરેસ્ટ સિટી રાખવામાં આવ્યું, પરંતુ આજે અહી કોઈ રહેતું નથી.

આખું શહેર વેરાન પડ્યું છે. તેનું નામ જ ઘોસ્ટ ટાઉન એટલે કે ‘ભૂતિયા શહેર’ રાખી દેવામાં આવ્યું છે. મલેશિયાનું આ શહેર આજે ચીનના કારણે એ ગુનાની સજા ભોગવી રહ્યું છે, જે તેણે ક્યારેય કર્યો નથી. ચીને મલેશિયાને એક સુંદર શહેરનું સપનું દેખાડ્યું હતું, પરંતુ 8 વર્ષ વીતી ગયા છતા એ વેરાન પડ્યું છે. ચીને આ પ્રોજેક્ટની શરૂઆત બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ હેઠળ વર્ષ 2016માં કરી હતી. તેનું કામ દેશની મોટી કંપની કન્ટ્રી ગાર્ડનને આપવામાં આવ્યું.

કંપનીને 8 લાખ કરોડ કરતા વધુનું કામ મળ્યું. વર્ષ 2016માં જ દેશના ક્લુઆંગ જોહોનમાં તેના પર કામ શરૂ થઈ ગયું હતું, પરતું 3 વર્ષ બાદ કોરોના આવી ગયો. ત્યારબાદ અહી કામ અટકી ગયું, કોરોના જ્યાં સુધી ગયો, ત્યાં સુધી કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. તેના પર 16 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.  આજે આ પ્રોજેક્ટ શરૂ થયાના 8 વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ માત્ર 15 ટકા કામ જ પૂરું થઈ શક્યું છે.

કહેવામાં આવ્યું કે, 10 લાખ લોકો માટે ઘર બનાવ્યું હતું, પરંતુ માત્ર એક ટકા લોકો જ રહે છે. બાકી ઘર ખાલી પડ્યા છે. ન તો પાર્કમાં કોઈ દેખાય છે, ન તો મોલમાં. ચીની સરકારે સત્તાવાર કહ્યું હતું કે અહી કોઈ પણ ઘર ખરીદી શકે છે, પરંતુ હકીકતમાં તેની મંશા એવી હતી કે ચીનના મધ્યમ અને અમીર વર્ગના લોકો અહી પૈસા લગાવીને રોકાણ કરી શકે એટલે કે ઘર ખરીદી શકે. તો મલેશિયાના લોકો અહી એટલે રહેવા આવતા નથી કેમ કે આ શહેર વેરાન છે. અહી રહેવાથી નકારાત્મક અનુભવ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp