માલદીવની ચૂંટણીમાં મોહમંદ મુઇઝુની જીતથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું?

PC: india.postsen.com

માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવમાં (PPM) અને પીપલ્સ નેશનલ કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર મોહમ્મદ મુઈઝુએ માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે. તેમણે બીજા રાઉન્ડના મતદાનમાં આઉટગોઇંગ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને હરાવ્યા છે. જો કે મોહમંદ મુઇઝુની આ જીતને ભારત માટે એક ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું કામ મુઇઝુની પસંદગીથી ભારતને ચિંતા થાય?

માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમંદ સોલિહને ભારતના સમર્થક માનવામાં આવે છે. જ્યારે માલદીવની રાજધાની માલેના મેયર મુઇઝુએ હમેંશા ચીન સાથેના મજબુત સંબંધો પર ભાર મુક્યો છે.

રસપ્રદ વાત એ છે કે, ચૂંટણી એ વર્ચ્યુઅલ લોકમત હતો કે જેના પર પ્રાદેશિક શક્તિ ભારત અથવા ચીન હિંદ મહાસાગર દ્વીપસમૂહ રાષ્ટ્રમાં સૌથી વધુ પ્રભાવ હશે.

ઇબ્રાહીમ સોલિહ બીજી પાંચ વર્ષની મુદત માંગી રહ્યા હતા અને સત્તામાં હતા ત્યારે "ભારત પ્રથમ" નીતિને ટેકો આપ્યો હતો અને પોતાના શક્તિશાળી પડોશી દેશ સાથે સંબંધ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું, જ્યારે એનાથી વિપરીત મુઇઝુને સમર્થન કરનારા ગઠબંધને ‘ભારત બહાર’ અભિયાન ચલાવ્યું હતું. માલદીવની રાજનીતિ સાથે ભારતનો સંબંધ મિશ્ર રહ્યો છે. ભારત માટે સોલિહની સરકાર અત્યાર સુધીની સૌથી અનુકળ સરકાર રહી હતી.

ભારતે 3 દશકો સુધી અબ્દુલ ગયુમની સાથે મળીને કામ કર્યું હતું. જ્યારે 2008માં મોહમંદ નશીદ સત્તામાં આવ્યા હતા ત્યારે, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નવી દિલ્હી તરફથી સમર્થનનના સંકેત તરીકે નશીદના શપથ ગ્રહણ સમારોહમાં અન્સારીએ ભાગ લીધો હતો.

જો કે, શરૂઆતમાં ભારત અને નશીદ વચ્ચે મિત્રતા હતી, પરંતુ ટુંક સમયમાં જ તેમણે ચીન સાથે દોસ્તી શરૂ કરી દીધી હતી. માલદીવ સરકારે વર્ષ 2012માં એરપોર્ટ માટેનો GMR કરાર રદ કરી દીધો હતો, જે માલદીવ અને ભારતના સબંધોમાં એક મોટો ઝટકો હતો.

જ્યારે ભારત અને પશ્ચિમી ક્રેડિટર હ્યુમન રાઇટ્સ વાયોલેશનના આરોપોને કારણે યામીનની સરકારને લોન આપવા ઇચ્છુક નહોતા, ત્યારે તેમણે બિઝીંગ તરફ પોતાની નજર દોડાવી હતી અને બિઝીંગે કોઇ પણ જાતની શરત વગર નાણાકીય મદદ કરી હતી.

એટલે, જ્યારે સોલિહએ વર્ષ 2018માં માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી ત્યારે ભારતે રાહતનો દમ લીધો હતો. સોલિહના શપથગ્રહણ સમારોહમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગયા હતા.

છેલ્લાં 5 વર્ષમાં ભારત અને માલદીવના સંબંધો મજબુત થયા છે. જેને કારણે ભારતે અનેક વખત માલદીવને મદદ કરી. વેક્સીનથી માંડીને પાયાની સુવિધા માટે ભારત હમેંશા માલદીવની પડખે ઉભું રહ્યું.

ભારતીય અધિકારીઓના કહેવા મુજબ, જાન્યુઆરી 2020માં ભારત દ્રારા ઓરીની રસીના 30,000 ડોઝની તાત્કાલિક રવાનગી અને COVID-19 રોગચાળા દરમિયાન તાત્કાલિક અને વ્યાપક સહાયથી માલદીવને "પ્રથમ પ્રતિસાદ આપનાર" તરીકે ભારતની વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp