'મારી સહમતિ વિના મને જન્મ કેમ આપ્યો?'છોકરીએ મા-બાપ પર કેસ કર્યો,પછી સત્ય કહ્યું

PC: igvofficial.com

જ્યારે પતિ-પત્ની માતા-પિતા બને છે, ત્યારે તે તેમના માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ હોય છે. તેઓ આવનાર બાળક માટે અગાઉથી જ પ્લાનિંગ કરવાનું શરૂ કરે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે માતાપિતા અને તેમનો આખો પરિવાર ખૂબ જ ખુશ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, અજાત બાળકને તેના વિશે કેવું લાગશે? શું તે ખરેખર જન્મ લેવા માંગે છે, અથવા તેની સંમતિ વિના તેને જન્મ આપવામાં આવશે? હાલમાં જ એક છોકરીએ આ મામલે તેના માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેણે કહ્યું કે, તેના માતા-પિતાએ તેની પરવાનગી વિના તેને કેવી રીતે જન્મ આપ્યો? તમને પણ આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ તેનું સત્ય કંઈક બીજું જ છે. તેણે પોસ્ટ કરેલો આ વીડિયો ગયા વર્ષનો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અમેરિકાના ન્યુ જર્સીની રહેવાસી ટિકટોકર કાસ થીએઝે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પોતાની કારમાં બેઠી હતી અને કહી રહી હતી કે, તેણે તેના માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કારણ કે તેઓએ તેની પરવાનગી વિના તેને જન્મ આપ્યો હતો. પરંતુ પછી તેણે કહ્યું કે, તેના પોતાના બાળકો પણ છે. આ જાણીને લોકો એટલા ચોંકી ગયા કે, તેઓ તેને ખરાબ રીતે ટ્રોલ કરવા લાગ્યા. ઘણા લોકોએ કહ્યું કે, તેને ચેકઅપની જરૂર છે, તેનું માનસિક સંતુલન ખરાબ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kass Theaz (@isatandstared)

યુવતીએ પહેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, જો તેના માતા-પિતા બાળકને જન્મ આપવા માંગતા હોય તો પ્રેગ્નન્સી પહેલા તેઓએ કોઈ તાંત્રિકનો સંપર્ક કરવો જોઈતો હતો અને તેની આત્માનો સંપર્ક કરીને પૂછવું જોઈતું હતું કે તે આ દુનિયામાં આવવા માંગે છે કે નહીં. તે પછી તેણે આગળ વધવું જોઈતું હતું. પરંતુ તેઓએ તેમ ન કર્યું, તેથી તેણે તેમની સામે કેસ દાખલ કર્યો. જ્યારે લોકોએ તેને પૂછ્યું કે, તેને બાળકો કેમ છે, તો તેણે કહ્યું કે તેણે તેમને દત્તક લીધા છે, તેમને જન્મ આપ્યો નથી. આ કારણે તે તેમને આ દુનિયામાં લાવવા માટે જવાબદાર નથી. જ્યારે તેનો વીડિયો વાયરલ થવા લાગ્યો અને લોકોએ તેને ટ્રોલ કર્યો તો યુવતીએ આખી સત્ય હકીકત જણાવી.

યુવતીના એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે, તે કોમેડી સંબંધિત એકાઉન્ટ છે. તેથી, તેમણે જે કહ્યું તે માત્ર મજાક છે, તેમાં કોઈ સત્ય નથી. યુવતીએ જણાવ્યું કે, તે લેસ્બિયન છે. જે લોકો જાણી ગયા હતા કે તે મજાક કરી રહી છે, તો તેઓએ તેની કોમેડીના વખાણ કર્યા અને વિડીયો પર એ જ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp