આ દેશમાં છૂટાછેડાની કાયદાકીય મંજૂરી નથી, નાખુશ કપલે બદલવો પડે છે ધર્મ

PC: experian.com

દુનિયામાં માત્ર 2 દેશ એવા છે જ્યાં આજ સુધી છૂટાછેડાને મંજૂરી મળી શકી નથી. એશિયન દેશ ફિલિપિન્સમાં છૂટાછેડાને લઈને કોઈ કાયદો નથી. એવામાં નાખુશ કપલે અલગ થવા માટે પોતાનો ધર્મ પરિવર્તન પણ કરવો પડે છે. સરકારે હવે છૂટાછેડાને લઈને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગયા અઠવાડિયે અહી નીચલા સદનમાં સરકાર તરફથી પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો. આશા છે કે, ઓગસ્ટ મહિનામાં સરકાર છૂટાછેડાને લઈને બિલ પાસ કરી દેશે. ફિલિપિન્સમાં માત્ર એક જ સમુદાય માટે છૂટાછેડાને લઈને મજૂરી નથી. એવું શા માટે છે અને તેનો ઇતિહાસ શું છે?

ફિલિપિન્સમાં કૅથોલિક સમુદાય માટે છૂટાછેડા આજે પણ ગેરકાયદેસર છે. આ સમુદાયમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. જેમાં અલગ થવાનો કોઈ વિકલ્પ નથી. વેટિકન સિટી સિવાય એશિયન દેશ ફિલિપિન્સમાં આ સમુદાય માટે છૂટાછેડાને લઈને કોઈ કાયદો નથી. એવામાં હવે ફિલિપિન્સ સરકારે લોકોની માગ અને નાખુશ કપલને રાહત આપવા માટે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. બિલ ઓગસ્ટમાં સીનેટમાં પહોંચશે અને પછી કાયદો બનવા માટે તેણે રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂરિયાત હશે. ફિલિપિન્સ સમાચાર એજન્સીના સંદર્ભે સાંસદ એડસેલ લેગમેને કહ્યું કે, છૂટાછેડાને કાયદેસર બનાવીને ફિલિપિન્સ દુઃખી અને નાખુશ પરિણીત કપલ માટે વિકલ્પ પ્રદાન કરવા જઇ રહ્યું છે.

ફિલિપિન્સમાં છૂટાછેડાનો ઇતિહાસ:

16મી સદીમાં સ્પેનિશ શાસન અગાઉ ફિલિપિન્સમાં છૂટાછેડાની મંજૂરી હતી. વર્ષ 1917માં અમેરિકન શાસન દરમિયાન ફિલિપિન્સમાં વ્યભિચાર અને વૈશ્યાના આરોપમાં લોકો પોતાનું જીવન ટૂંકાવી શકતા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફિલિપિન્સ પર કબજો કરનારા જાપાનીઓએ છૂટાછેડાને કાયદાનો વિસ્તાર કર્યો, ત્યારબાદ ફિલિપિન્સમાં છૂટાછેડા માટે 11 આધારોની મંજૂરી મળી. વર્ષ 1950માં ફિલિપિન્સની નાગરિક સંહિતા લાગૂ થવા પર છૂટાછેડા કાયદાને રદ્દ કરી દેવામાં આવ્યો હતો.

ફિલિપિન્સમાં મુસ્લિમોને તલાકની મંજૂરી છે, પરંતુ કેથોલિક ચર્ચના કારણે એ આજે પણ ગેરકાયદેસર છે. એવામાં નાખુશ કપલે અલગ થવા માટે મજબૂરીમાં પોતાનો ધર્મ પરિવર્તન કરવો પડે છે. વર્ષ 2020માં વસ્તી ગણતરી મુજબ ફિલિપિન્સમાં રોમન કેથોલિકની વસ્તી 78.8 ટકા છે, જ્યારે મુસ્લિમ વસ્તી 6.4 ટકા છે.

નવા બિલમાં શું છે?

છૂટાછેડા માટે લાવવામાં આવી રહેલું બિલ પૂર્ણ છૂટાછેડા પર આધારિત છે. તેમાં મનોવૈજ્ઞાનિક ક્ષમતા, પરસ્પર મતભેદ, સમલૈંગિકતા, ઘરેલુ કે પરિણીત દુર્વ્યવહાર સામેલ છે. નવા બિલ મુજબ, પીડિત કે પીડિતા પોતાના પાર્ટનરના અનુચિત વ્યવહારના આધાર પર છૂટાછેડા લઈ શકશે. ધાર્મિક કે રાજનીતિક દબાવના આધાર પર પણ છૂટાછેડા મંજૂર થશે. પાર્ટનરની નશીલી દવાઓની લત, દારૂડિયો કે જુગારી હોવા પર છૂટાછેડા લઈ શકાય છે. પરિણીત હોવા છતા પાર્ટનર સાથે બેવફાઇ કે કોઈ અન્યથી બાળક પેદા કરવાની સ્થિતિ પર પણ છૂટાછેડા લઈ શકશે.

2018માં આ પ્રકારનો એક કાયદો સદનમાં પાસ થયો હતો, પરંતુ ભારે વિરોધ બાદ તેને મંજૂરી ન મળી શકી. કેમ કે ફિલિપિન્સમાં સૌથી વધુ વસ્તી કેથોલિક સમુદાયની છે તો ચર્ચના વિરોધ બાદ તેને પરત લેવો પડ્યો હતો. ચર્ચ મુજબ આ કાયદો પ્રભુ ઈશુ મસીહ દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું અપમાન છે. જો કે, તલાકને લઈને દેશમાં ફરીથી ચર્ચા ગરમ છે. સ્થાનિક સર્વેક્ષણથી ખબર પડે છે કે ફિલિપિન્સના અડધાથી વધારે લોકો કાયદેસર બનાવવાનું સમર્થન કરે છે. ફેબ્રુઆરીમાં તલાક માટે અરજી કરનારી એક મહિલાએ જણાવ્યું કે ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી તમારું જીવન રોકાવું ન જોઈએ. મને આશા છે કે દરેકને લગ્નમાં બીજો અવસર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp