ટેસ્લાના CEO એલોન મસ્ક શા માટે ચૂંટણીમાં EVMના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માંગે છે?
ટેસ્લા, એક્સ અને સ્પેસએક્સના CEO એલોન મસ્કએ કહ્યું છે કે, આપણે EVMને નાબૂદ કરી દેવા જોઈએ. પ્યુર્ટો રિકોની તાજેતરની પ્રાથમિક ચૂંટણીઓમાં ગેરરીતિઓના આક્ષેપો વચ્ચે તેમણે આ ટિપ્પણી કરી હતી.
ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્કે હેકિંગના જોખમનો ઉલ્લેખ કરીને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી છે. મસ્કની આ ટિપ્પણી એટલા માટે પણ મહત્વની છે, કારણ કે વિશ્વભરમાં EVMની સુરક્ષાને લઈને વધી રહેલી ચર્ચા વચ્ચે તેણે આ વાતો કહી છે. તાજેતરમાં, પ્યુઅર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં EVMમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પ્યુર્ટો રિકોમાં ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી છે.
મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે, 'આપણે EVM મશીનોને નાબૂદ કરવા જોઈએ. EVMને માણસો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ છે, જો કે તે ઓછું છે છતાં પણ ઘણું વધારે છે.'
US પ્રમુખપદની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કેનેડી જુનિયરે પણ ચૂંટણીમાં EVMના ઉપયોગ પર પ્રતિબંધ અને પેપર બેલેટ બોક્સના ઉપયોગની હિમાયત કરી છે. કેનેડી કહે છે કે, તેનાથી એ સુનિશ્ચિત થશે કે દરેક મતની ગણતરી કરવામાં આવે અને ચૂંટણી સુરક્ષિત થાય.
જોકે, એવા સમયે જ્યારે અમેરિકામાં EVMને લઈને ચિંતા વધી રહી છે. ભારતમાં આનાથી તદ્દન વિપરીત છે. ભારત EVMની ત્રીજી પેઢીનો ઉપયોગ કરે છે, જેને M3EVM કહેવાય છે. આ EVM ટેમ્પર પ્રૂફ ડિઝાઈન કરવામાં આવ્યું છે. જો કોઈ આ મશીન સાથે ચેડા કરવાનો પ્રયાસ કરે છે, તો મશીન ઓટોમેટિક સેફ્ટી મોડમાં પ્રવેશ કરે છે.
We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh
— Elon Musk (@elonmusk) June 15, 2024
ભારતની ત્રણ પ્રતિષ્ઠિત IITના પ્રોફેસરોની ટીમે આ EVM વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતના ચૂંટણી પંચ પાસે EVM અંગે ઉત્તમ ટેકનિકલ એક્સપર્ટ કમિટી (TEC) છે. તે TEC જ છે કે જે સુનિશ્ચિત કરે છે કે, EVM મજબૂત અને સુરક્ષિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp