ગેસ સ્ટવ પર અમેરિકામાં બેન લગાવવાની તૈયારી, આ છે કારણ, જાણો શું કહે છે વિજ્ઞાન
ગેસ સ્ટવને લઇને ફરી એક વખત ચર્ચા શરૂ થઇ ગઇ છે. ગેસ સ્ટવને લઇને વિજ્ઞાન પૂરી રીતે સ્પષ્ટ છે કે તે તમારા ઘરની અંદર સ્થિત વાયુ પ્રદૂષણનો પ્રમુખ સોર્સ છે. ગેસ સ્ટવના કારણે પ્રદૂષણ, અસ્થમા સહિત અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની ફરિયાદ થઇ શકે છે. ગેસ સ્ટવ ચાલુ થવા સાથે સાથે બંધ થવા પર પર્યાવરણને પ્રદૂષિત કરે છે. એમ કહેવામાં આવે છે કે ગાડીઓમાંથી નીકળતા ધુમાડાની તુલનામાં ગેસ સ્ટવ વધારે પ્રદૂષણ કરે છે. અમેરિકામાં ગેસ સ્ટવ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા યથાવત છે.
ઇલેક્ટ્રિક ચૂલાની તુલનામાં ગેસ ચૂલા પર ભોજન બનાવવાથી વાતાવરણમાં અઢી ગણો વધારે પાર્ટિક્યૂલેટ મેટર ઉત્પન્ન થાય છે. તેના કારણે ઝેરી ગેસ વ્યક્તિના શ્વાસો સંબંધીત સમસ્યાઓ સિવાય હૃદય સંબંધિત બીમારી અને કેન્સરની પણ સમસ્યા થઇ શકે છે. બ્લૂમબર્ગ સાથે વાત કરતા ગેર-લાભકારી અનુસંધાન સંસ્થા PSE હેલ્ધી એનર્જીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડ્રૂ મિચાનોવિક્ઝે કહ્યું કે, ‘ગેસ સ્ટવ ઘરોમાં વાયુ પ્રદૂષણના સોર્સ તરીકે વધુ સંખ્યામાં ઉપસ્થિત છે.
હાલમાં જ અમેરિકાની એક સંસ્થાએ પ્રસ્તાવ જાહેર કર્યું હતું કે જલદી જ અમેરિકામાં ગેસ સ્ટવ પર પ્રતિબંધ લગાવવામાં આવશે કેમ કે તે વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. અમેરિકામાં બાળકોમાં થઇ રહેલી અસ્થમાની ફરીયાદનું મુખ્ય કારણ ગેસ સ્ટવ છે. બોસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન લેવીએ કહ્યું કે, પ્રચાર-પ્રસાર દ્વારા ગેસ સ્ટવને વધારે લોકપ્રિયતા મળી છે. ગેસ સ્ટવ બનાવનારી કંપનીઓ તેને પ્રાકૃતિક ઉત્પાદનની જેમ રજૂ કરીને વેચે છે, સાથ જ ટી.વી., અખબારથી લઇને સોશિયલ મીડિયા પર ગેસ સ્ટવનો જોરદર લોભામણો પ્રચાર કરવામાં આવે છે. જેથી સામાન્ય લોકો તેમની તરફ આકર્ષિત થાય અને ગેસ સ્ટવ ખરીદે.
એ સિવાય તેમણે કહ્યું કે, આપણે આઉટડોર પ્રદૂષણ સાથે સાથે લોકોને ઇનડોર પ્રદૂષણ બાબતે પણ જાગૃત કરવા પડશે. ગેસ સ્ટવથી થનારા પ્રદૂષણનું એક રૂપ મિથેન છે. જે પ્રાકૃતિક ગેસનું મુખ્ય તત્ત્વ છે. જો કે, મિથેન માનવ સ્વાસ્થ્ય માટે સીધું જોખમ ઉત્પન્ન કરતો નથી. Enviromental science and technology journalમાં પ્રકાશિત 2022ની એક સ્ટડી મુજબ, જ્યારે સંશોધનકર્તાઓએ આખા કેલિફોર્નિયામાં 53 સ્ટવ પર સ્ટડી કરી તો ખબર પડી કે તેમાંથી એકને છોડીને બધાની અંદરથી મિથેન ગેસનો લીકેજ થઇ રહ્યો હતો.
જોનાથન લેવીએ કહ્યું કે, ‘મને ખબર છે કે, ઘણા લોકો, જ્યારે પ્રદૂષણ બાબતે વિચારે છે તો તેઓ તરત જ મોટી ઔદ્યોગિક સુવિધાઓ કે મુખ્ય હાઇવે કે વીજ પ્લાનતો બાબતે વિચારે છે. ઘણા ઓછા લોકો વિચારે છે કે પ્રદૂષણનો સોર્સ આપણું ઘર કે ઓફિસ પણ હોય શકે છે. જ્યાં આપણે રોજ સૌથી વધુ સમય વિતાવીએ છીએ. હાલમાં જ અમેરિકન ઉપભોક્તા સુરક્ષા (CPSC)એ કહ્યું હતું કે, ભોજન બનાવવા માટે ઉપયોગ કરતા ગેસ ચૂલાથી પ્રદૂષણ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp