હું ફ્રીમાં બાળકો..', પ્રેગ્નેન્ટ થવા મહિલા પોતાના પતિ પાસે લે છે કરોડો રુપિયા

PC: thesun.co.uk

લગ્ન કરવા અને બાળકોને જન્મ આપવો, 2 લોકોનો નિર્ણય હોય છે. બંનેની મરજી હશે ત્યારે જ આ વસ્તુ ઢંગથી થઈ શકશે. જો તેમાં કોઈ એકની પણ સહમતી ન હોય તો મામલો બગડી શકે છે, પરંતુ આ મામલાને એક મહિલાએ પોતાના માટે સારો અવસર બનાવી લીધો. મહિલા બાળકોને જન્મ આપવા માટે પોતાના જ પતિ પાસે કરોડો રૂપિયા અને મોંઘી ગિફ્ટસની ડિમાન્ડ કરે છે. મહિલાનું કહેવું છે કે, તે બાળકોને જન્મ આપવાનો દર્દ મફતમાં શા માટે સહન કરે.

મહિલાનું નામ સૌદી છે અને તે દુબઈમાં રહે છે. મહિલા બતાવે છે કે, તેનો પતિ કરોડપતિ છે અને તેની કમાણી કરોડોમાં છે. તે બાળકોને જન્મ આપવા માટે દર પ્રેગ્નેન્સી અગાઉ ઓછામાં ઓછા અઢીથી ત્રણ કરોડ રૂપિયા સુધીની ગિફ્ટ્સ લે છે. તે પહેલા જ પોતાના પતિને બતાવી દે છે કે તેને ગિફ્ટસમાં શું શું વસ્તુઓ જોઈએ છે. ગિફ્ટ્સ સિવાય તે કેટલાક પૈસા પણ પોતાના અકાઉન્ટમાં જમા કરાવે છે. ત્યારે જઈને તે પ્રેગ્નેન્ટ થાય છે અને બાળકને જન્મ આપે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Soudi✨ (@soudiofarabia)

ધ સનના રિપોર્ટ મુજબ, સૌદી નામની મહિલાને તેના પતિએ ફરી એક વખત બાળકને જન્મ આપવા કહ્યું. એવામાં મહિલાએ પોતાના પતિ પાસે બાળકના જન્મના બદલે પોતાના માટે એક નવી કાર અને તેની જ મેચિંગની હર્મીઝ બર્કિંગ બેગ માગી છે. એ સિવાય તે દરેક બાળક માટે પોતાના પતિ પાસે 200,000 ડૉલર એટલે કે 2 કરોડ રૂપિયાથી પણ વધુનો ચાર્જ લે છે. આ વખત પણ તે 2 કરોડ કરતા વધુ રૂપિયાની માગ કરી રહી છે. સૌદીનું સ્પષ્ટ કહેવું છે કે તે બાળકોને પેદા કરવાનો દર્દ ફ્રીમાં સહન નહીં કરે.

સૌદી બતાવે છે કે તે બાળકોને જન્મ આપવા માટે ગિફ્ટ્સને ટુકડાઓમાં લે છે. સૌથી પહેલા તે પોતાના માટે એક ડાયમંડ રિંગ લે છે. બીજી મોંઘી ગિફ્ટ તે બાળકને જન્મ આપતી વખત લે છે. આ ગિફ્ટ લાખો રૂપિયાના હોય છે. એ સિવાય તે એક ગાડી પણ લે છે. તેનો પતિ જ તેની બધી થેરેપીઝ અને બ્યુટી ટ્રીટમેન્ટ્સનો ખર્ચ ઉઠાવે છે. આમ તો ઘરમાં તમામ નોકર રાખ્યા છે, પરંતુ સૌદી રાત્રે સારી રીતે ઊંઘી શકે તે માટે તેને રાત્રે એક નર્સ સેવા માટે જોઈતી હોય છે. તે નર્સ તેના બાળકને પણ સંભાળ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp