પત્નીએ કહ્યું- કાં સિગારેટ-દારૂ છોડો કાં ઘર છોડો...પતિએ લીધો ચોંકાવનારો નિર્ણય

PC: aajtak.in

પતિ અને પત્ની વચ્ચેના અનેક એવા કિસ્સાઓ આપણે વાંચ્યા કે જોયા હશે. પણ ચીનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, માન્યમાં નહીં આવે. પણ આ હકીકત બીજું કોઈ નહીં પણ એ વ્યક્તિ પોતે કહી રહી છે. આ વ્યક્તિ ચીનનો રહેવાસી છે, જેનું નામ વેઈ જિયાંગુઓ છે. જિઆંગુઓ કહે છે કે તે ઘરે પાછો નહીં જાય, કારણ કે ત્યાં તેને કોઈ આઝાદી મળતી નથી. આ એક 60 વર્ષીય વ્યક્તિ છેલ્લા 14 વર્ષથી એરપોર્ટ પર રહે છે. તેણે પોતાનું ઘર છોડી દીધું છે. તે વ્યક્તિ કહે છે કે પરિવારના સભ્યો તેને દારૂ અને સિગારેટ છોડી દેવા માટે કહેતા હતા, તેથી તે ઘર છોડીને એરપોર્ટ પર રહેવા લાગ્યો હતો.

હકીકતમાં, જિયાંગુઓની પત્ની અને તેના પરિવારે તેને કહ્યું હતું કે જો તે ઘરે જ રહેવા માંગે છે, તો એણે સિગારેટ અને દારૂ છોડવો પડશે. તેથી તેણે ઘર છોડવાનું સ્વીકાર્યું પરંતુ સિગારેટ અને દારૂ છોડ્યો નહીં જિયાંગુઓનું ઘર એરપોર્ટથી લગભગ 19 કિલોમીટર દૂર છે. વર્ષ 2008માં તેણે ઘર છોડી દીધું હતું. તાજેતરના એક વીડિયોમાં વેઈ જિઆંગુઓએ જણાવ્યું કે તેને એરપોર્ટ પર રોકાવું ગમે છે, કારણ કે તેને અહીં ઠંડી નથી લાગતી. જિયાંગુઓએ અહીં એક નાનું રસોડું પણ બનાવ્યું છે.

તેનો ખર્ચ દર મહિને મળતી સરકારી સબસિડીથી થાય છે. જિયાંગુઓ એરપોર્ટ પર આવતા કોઈપણ મુસાફરને હેરાન કરતા નથી, તેથી જ ત્યાંનો સ્ટાફ તેને ત્યાંથી હટાવી રહ્યો નથી. તે છેલ્લા 14 વર્ષથી બેઇજિંગ એરપોર્ટ પર તેની સ્લીપિંગ બેગ અને કેટલાક સામાન સાથે રહે છે. આ વ્યક્તિ છેલ્લા 14 વર્ષથી બેઈજિંગના ઈન્ટરનેશનલ એરપોર્ટના વેઈટિંગ એરિયામાં રહે છે. શરૂઆતમાં તેમણે કેટલાક દિવસો રેલવે સ્ટેશન પર પસાર કર્યા હતા. આ વ્યક્તિ ત્યાં જ સૂઈ રહેતો હતો. જિયાંગુઓ કહે છે કે,તે એરપોર્ટ પર કોઈ પ્રકારના રોકટોક વગર ખાઈ પી શકે છે અને રહી શકે છે. હવે તે ઘરે પાછો ફરવા માગતો નથી.

 

કારણ કે કંઈ પણ ખાવા કે પીવાની આઝાદી એને ઘરમાં મળતી નથી. આ ઉપરાંત પત્ની પણ ટોક ટોક કરે છે. એરપોર્ટ પર તે નુડલ્સ ખાતો હોય એવો ફોટો પણ સામે આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી પસાર થતી કોઈ વ્યક્તિને તે હેરાન નથી કરતો. સ્ટાફ સાથે પણ કો ઓપરેટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp