ગાઝા પટ્ટી પર કબજા માટે હમાસને કોણે ઉશ્કેર્યુ હતું? વિકિલિક્સ કેબલે કર્યો આ દાવો

PC: economictimes.indiatimes.com

Wikileaks Cableના સત્તાવાર X (ટ્વીટર) હેન્ડલ પરથી 11 ઓક્ટોબર 2023ના રોજ કન્ટેન્ટ શેર કર્યો. તેમાં દાવો કરવામાં આવ્યું છે કે, ઇઝરાયલના ઇન્ટેલિજેન્સ ચીફે હમાસને ગાઝા પટ્ટી પર કબજો કરવા માટે ઉશ્કેર્યુ હતું. જ્યારે તમે X હેન્ડલ ખોલશો તો એક આર્ટિકલ પર પહોંચશો. આ આર્ટિકલ તમને IMEMC Newsની સાઇટ પર લઈ જશે. તેનું આખું નામ છે ઇન્ટરનેશનલ મિડલ ઈસ્ટ મીડિયા સેન્ટર. આ લેખ 22 ડિસેમ્બર 2010ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને ફરીથી Wikileaksએ શેર કર્યો છે.

આ એ સમયની વાત છે જ્યારે Wikileaks હજારો-લાખો Cables જાહેર કરીને દુનિયાભરના નેતાઓ, સરકારો, રણનીતિકારોની સત્યતા બહાર લાવી રહ્યું છે. Wikileaksના એક કેબલમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલી મિલિટ્રી ઇન્ટેલિજેન્સના મેજર જનરલ અમોસ યાદલિન ઇઝરાયલમાં ઉપસ્થિત અમેરિકન રાજદૂત રિચાર્ડ જોન્સે હમાસ પ્રત્યે પોતાનું સમર્થન દેખાડ્યું હતું. બંનેએ ગાઝા પટ્ટી પર હમાસના શાસન પર સહમતિ વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે, ઇઝરાયલ આ વિસ્તારને શત્રુતાપૂર્ણ એકાઈ જાહેર કરી દે. જાન્યુઆરી 2006માં પેલેસ્ટાઈની સંસદની ચૂંટણી, ધ હમાસ પાર્ટીએ જીતી લીધી, પરંતુ તેને સરકાર ન બનાવવા દેવામાં આવી.

તેની પાછળ પેલેસ્ટાઇન સંવિધાનનો સંદર્ભ આપવામાં આવ્યો. જૂન 2007માં અમેરિકા દ્વારા સમર્થન પ્રાપ્ત ફતેહ પાર્ટીની મદદથી હમાસ પાર્ટીએ ગાઝામાં પોતાની મિશ્ર સરકાર બનાવી. કેબલના ટ્રાન્સસ્ક્રિપ્ટમાં ઇઝરાયલી ઇન્ટેલિજેન્સ ચીફ અમોસ યાદલિન અમેરિકન રાજદૂત જોન્સને કહે છે કે હવે તેઓ ખૂબ ખુશ છે કેમ કે ગાઝામાં હમાસે સરકાર બનાવી લીધી છે. સાથે જ આ વાતની ખુશી પણ છે કે તેની પાસે સમુદ્રી કે હવાઈ પોર્ટ નથી. ત્યાં સુધી ઇઝરાયલ ફતેહ પાર્ટી સાથે મળીને વેસ્ટ બેંકમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરશે.

ત્યારબાદ ઇઝરાયલે ગાઝામાં ઉપસ્થિત હમાસ સરકારને હલકામાં લઈ લીધી. યાદલિન અને જોન્સની મુલાકાતના બરાબર પછી હમાસની સરકાર બની. ઇઝરાયલે મોટા પ્રમાણમાં સીઝની પ્રક્રિયા શરૂ કરી. ગાઝા પર ડિસેમ્બર 2008 સુધી હુમલા ચાલતા રહ્યા. વધુ એક કેબલ લીક થયું. જેમાં યાદલિને અમેરિકન કોંગ્રેસ મેમ્બર રોબર્ટ વેક્સલર સાથે ડિસેમ્બર 2008માં વાત કરી હતી. યાદલિન કહી રહ્યા હતા કે અબુ મજેન એટલે કે મહમૂદ અબ્બાસ અને સલામ ફાયદ વેસ્ટ બેંકને સંભાળી રહ્યા છે, પરંતુ હમાસે ગાઝા પટ્ટીમાં આતંકી યુનિટ ઊભું કરી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp