શું 9થી 5 નોકરીઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે? લિંક્ડઈનના સહ-સ્થાપકની આગાહી વાયરલ થઈ
શું તમારી 9 થી 5 નોકરી જોખમમાં છે? AI અને ટેક્નોલોજીના બદલાતા સમયમાં આ પ્રશ્ન ઝડપથી ઊભો થઈ રહ્યો છે. લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હોફમેને તાજેતરમાં એક આગાહી કરી છે કે, વર્ષ 2034 સુધીમાં 9 થી 5 નોકરીઓ સમાપ્ત થઈ જશે. રીડ હોફમેનના આ દાવા પછી સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વિડિયો ક્લિપમાં, હોફમેને કહ્યું હતું કે, તે જુએ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આજના કાર્યબળમાં જબરદસ્ત ફેરફારો લાવી રહ્યું છે અને પરંપરાગત જોબ સિસ્ટમને નષ્ટ કરી રહ્યું છે. હોફમેનના મતે, AIની વધતી શક્તિ અને ટેક્નોલોજીના ઝડપથી બદલાતા સ્વરૂપને કારણે કંપનીઓને નવી રીતે વિચારવું પડશે.
કામકાજના કલાકો અને કર્મચારીઓની ભૂમિકામાં ફેરફાર થવાનો છે એ તો નક્કી છે. હોફમેનની આ આગાહી પર ઈન્ટરનેટ યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેને ભવિષ્યની વાસ્તવિકતા માની રહ્યા છે, જ્યારે કેટલાક તેને માત્ર એક શક્યતા તરીકે જોઈ રહ્યા છે.
ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક અને રોકાણકાર નીલ ટાપરિયાએ સોશિયલ મીડિયા પર રીડ હોફમેનના ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી છે. X પર પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું, તમારી 9 થી 5 નોકરી ખતમ થઈ રહી છે. તે 2034 સુધીમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે.
પોતાની વાતને સાબિત કરવા માટે, લિંક્ડઈનના સ્થાપક રીડ હોફમેને સોશિયલ મીડિયાના ઉદયની તેમની આગાહીનો ઉલ્લેખ પણ કર્યો છે, તેમની આ ભવિષ્યવાણી વાયરલ થઇ ચુકી છે, અને આ પોસ્ટને અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. ઉપરાંત, તેને 61,000થી વધુ 'લાઇક્સ' મળી છે. હોફમેનની આગાહીઓનો આ રેકોર્ડ સાબિત કરે છે કે, તેની આગાહીઓ હંમેશા સચોટ હોય છે!
ટાપરિયાએ રીડ હોફમેનની અન્ય ત્રણ ભવિષ્યવાણીઓ પણ પ્રકાશિત કરી હતી, જે સાચી સાબિત થઈ છે. 1997માં, તેણે સોશિયલ મીડિયાની તેજીની આગાહી કરી. આ તે સમય હતો, જ્યારે કોઈને ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો આટલો મહત્વપૂર્ણ ભાગ બની જશે. પરંતુ તેણે જે કહ્યું તે બધું જ સાચું સાબિત થયું.
હોફમેને એવી પણ આગાહી કરી હતી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિ આવી રહી છે, અને ચેટ GPT આવવાના વર્ષો પહેલા તેમણે આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ નવી ટેક્નોલોજીના આગમનથી આપણી કામ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે. આજે આપણે IT સેક્ટરથી લઈને બેન્કિંગ સેક્ટર સુધી દરેક જગ્યાએ AIની અસર જોઈ શકીએ છીએ.
વધુમાં, હોફમેન, જે વેકેશન રેન્ટલ જાયન્ટ Airbnbમાં પ્રારંભિક રોકાણકાર હતા, તેમણે પણ શેરિંગ અર્થતંત્રના ઉદયની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકો હવે સંસાધનોને વહેંચીને નવી અર્થવ્યવસ્થા બનાવશે, અને આજે આપણે જોઈએ છીએ કે, તેમની આગાહી પણ સાચી પડી છે.
Your 9-to-5 job is dying.
— Neal Taparia (@nealtaparia) July 24, 2024
By 2034, it'll be extinct.
That's Reid Hoffman's latest prediction – the founder of LinkedIn who predicted the rise of social media in 1997.
Here's what he said next: pic.twitter.com/dZTDzBKlfB
હોફમેનની આ આગાહીઓએ સાબિત કર્યું છે કે, તે ટેક્નોલોજીકલ અને સામાજિક ફેરફારોને સમજવામાં અને તેની આગાહી કરવામાં નિષ્ણાત છે. તેની દરેક ભવિષ્યવાણીએ ઇન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં નવી દિશા બતાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp