મહિલાએ રેસ્ટોરાં પર કર્યો કેસ, ભોજનમાં નીકળી માણસની આંગળી, ચાવ્યા બાદ ખબર પડી

PC: usatoday.com

એક મહિલાએ રેસ્ટોરાં વિરુદ્ધ કેસ કર્યો છે. તેનો આરોપ છે કે તેણે ભોજન માટે સલાડ ઓર્ડર કર્યું હતું. જેમાં માણસની આંગળી હતી. તેને ચાવ્યા બાદ એ વાતની ખબર પડી. એલિસન કોજી નામની મહિલાનું કહેવું છે કે તેણે એપ્રિલમાં સલાડ ખાધું હતું. તો તેણે સોમવારે કેસ દાખલ કર્યો છે. ઘટના અમેરિકન કેનક્ટિકટની છે. તેણે કહ્યું કે, તે આ વર્ષે 7 એપ્રિલના રોજ રેસ્ટોરાંમાં ગઇ હતી. તેણે સલાડ ચાવતી વખત એવું અનુભવ્યું કે તે માણસનો એક હિસ્સો ખાઈ રહી છે.

CBS ન્યૂઝ રિપોર્ટ મુજબ, FIRમાં બતાવવામાં આવ્યું છે કે રેસ્ટોરાંના મેનેજરે ભૂલથી પોતાની આંગળી કાપી દીધી હતી. તે એક દિવસ અગાઉ સલાડ માટે શાકભાજી તૈયાર કરી રહ્યો હતો. પછી મેનેજર પોતાની સારવાર કરાવવા માટે હૉસ્પિટલ પણ ગયો, પરંતુ તેની કપાયેલી આંગળી શાકભાજીમાં જ રહી ગઈ. તો સલાડ ઘણા ગ્રાહકોને ખાવા માટે આપી દેવામાં આવ્યું. તેમાં કોજી પણ સામેલ હતી, જેના સલાડમાં આંગળીનો એક હિસ્સો નીકળ્યો. કોજીનું કહેવું છે કે તે હેરાન રહી ગઈ, પેનિક એટેક આવ્યા.

તેણે કહ્યું કે સલાડ ખાધા બાદ તેને માઈગ્રેન, ભૂલવાની પરેશાની, ઊબકા, ચક્કર આવવા અને ગળા તેમજ ખભામાં દુઃખાવા જેવી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓ થઈ ગઈ. કોજીએ તેના માટે રેસ્ટોરાં પાસે વળતર આપવા કહ્યું. વેસ્ટચેસ્ટર કાઉન્ટી હેલ્ડ ડિપાર્ટમેન્ટે રેસ્ટોરાં પર 900 ડોલરનો દંડ પહેલાં જ લગાવી દીધો છે. અત્યાર સુધી આ ઘટનામાં રેસ્ટોરાં તરફથી કંઇ કહેવામાં આવ્યું નથી. એવું પહેલી વખત નથી જ્યારે પોતાની સાફ સફાઈને લઈને સેલેડ ચેન આ પ્રકારના ખબરોમાં આવી હોય, પરંતુ આ અગાઉ વર્ષ 2014માં એક વ્યક્તિનએ પોતાના રોલની અંદર મરેલું ઉંદર મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ચોપ્ટ ક્રિએટિવ સલાડ કંપની અમેરિકામાં 70 કરતા વધુ જગ્યાઓ પર પોતાના સલાડ વેચે છે. વર્ષ 2016માં કેલિફોર્નિયાની ગર્ભવતી મહિલાએ દાવો કર્યો હતો કે તેને પાસો રોબલ્સના એપલબી રેસ્ટોરાંના સલાડમાં લોહીથી ખરડાયેલી આંગળીઓ મળી. વર્ષ 2012માં મિશિગનના એક કિશોર કહ્યું કે જ્યારે તેણે પોતાના અરબીના રોસ્ટ બીફ સેન્ડવીચના કાપ્યું તો તેને એક આંગળી મળી જેમાં પોર્ક પણ સામેલ છે. વર્ષ 2010માં ફ્લોરિડાની એક મહિલાને તળેલા ચિકન ગ્રીલ સલાડમાં એક માનવ આંગળીનું કાપેયલો ભાગ મળ્યો હતો, ત્યારબાદ તેણે IHOP પર કેસ દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp