ડિગ્રી વિના આ મહિલાની વર્ષની 50 લાખની આવક, અઠવાડિયામાં 6 કલાકનું કામ કરે છે

PC: dailystar.co.uk

દુનિયામાં સૌ કોઈ ઈચ્છે છે કે, તેને એક એવી નોકરી મળી જાય જેમાં ઓછામાં ઓછું કામ અને વધારે પગાર મળે. લોકો સારી નોકરી મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચીને ડિગ્રી કોર્સ કરે છે. ત્યાર પછી પણ ઈન્ટરશિપ અને સામાન્ય નોકરી મળે છે. છતાં પૈસા કમાવવા માટે ખાસ સમય અને ડેડિકેશન ખૂબ જરૂરી છે. એકલા હોઉ તો આ સંભવ છે પણ ઘર પરિવારની સાથે આખો સમય કામને આપવો મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને મહિલાઓ માટે આ વધારે કઠિન થઇ જાય છે. પણ એક મહિલાએ એવું કર્યું છે કે તે ડિગ્રી વિના જ લાખોની કમાણી કરી રહી છે.

અઠવાડિયામાં 6 કલાક કામ, વર્ષના 50 લાખ

યૂકેમાં એક 40 વર્ષીય મહિલા રોમા નોરિસ એક માતા છે. તેણે પૈસા કમાવવાની એક નોખી રીત શોધી છે. આ મહિલા ન તો પોતાની કોઇ ફોટો વેચે છે અને નહીં કે સોશિયલ મીડિયા ઈનફ્લૂએંસર છે કે ખોટુ કામ કરે છે. તેમ છતાં આ મહિલા અઠવાડિયામાં માત્ર 6 કલાક કામ કરી વર્ષમાં 50 લાખ રૂપિયા આરામથી કમાઇ લે છે. એવામાં તે પોતાના પરિવારને સંપૂર્ણ સમય પણ આપે છે.

વાત એ છે કે, 40 વર્ષીય રોમા 17 વર્ષથી એક પેરેન્ટિંગ કંસ્લટેંટ છે. તે નવા પેરેન્ટ્સને એવી કોચિંગ આપે છે કે એક કલાકમાં તેની 290 યૂરો એટલે કે 29000 રૂપિયા સુધીની કમાણી થઇ જાય છે. એક પેરેન્ટિંગ કંસ્લટેંટના રૂપમાં તે નવા પેરેન્ટ્સને બાળકને સૂવડાવવા, પૉટી ટ્રેનિંગ આપવા અને પોષકતત્વયુક્ત ભોજન ખવડાવવાથી લઇ તેમની સાથે સારી રીતે કમ્યુનિકેટ કઇ રીતે કરી શકાય તે શીખવાડે છે. આ ઉપરાંત રોમા બ્રેસ્ટ ફિડિંગ માટે પણ માતાઓને તાલીમ આપે છે. નવા બનેલા પેરેન્ટ્સ ઘણીવાર રોમા પાસે ઘણી પરેશાનીઓ લઇને આવે છે. લોકો રોમા પાસેથી ઓનલાઇન સલાહ લે છે.

https://khabarchhe.com/uploads/mc_path/169839754367.jpg

2 વાર યૂનિવર્સિટી ડ્રોપઆઉટ

રોમા એમ તો બે વાર યૂનિવર્સિટી ડ્રોપઆઉટ છે. તેણે પોતાના જીવનમાં 2 ડિગ્રીઓ કરવા માગી પણ કોઇ કારણને લીધે તે પૂરી કરી શકી નહી. હવે પૈસા કમાવવા માટે કોઇ ડિગ્રી પણ નહોતી, તેમ છતાં રોમાએ જે રસ્તો કાઢ્યો તેનાથી લોકો હેરાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp