‘લોકો મને ટાઇમ ટ્રાવેલર કહે છે’, 200 વર્ષ જૂની તસવીર દેખાડીને ચર્ચામાં આવી છોકરી

PC: mirror.co.uk

ત્યારે શું થાય જ્યારે તમે 2 સદી જૂની તસવીર જુઓ અને એ બિલકુલ તમારા જેવી દેખાઈ રહી હોય? તમે પોતે વિચારવા મજબૂર થઈ જશો કે ક્યાંક આ મારો પુનર્જન્મ તો નથી? Lindsay Bullis નામની એક છોકરી સાથે પણ કંઈક એવું જ થયું. તે પોતાના પૂર્વજોના ઇતિહાસ પર ઓનલાઇન રિસર્ચ કરી રહી હતી, ત્યારે તેમની નજર મેરી બેકવિથ નામની એક મહિલાની તસવીર પર પડી. 28 વર્ષીય Lindsay Bullisએ કહ્યું કે, મેરી બેકવિથ તેમના પિતાના પરિવાર તરફથી તેમના પર પર દાદી એટલે કે ફોર્થ ગ્રાન્ડ મધર હતી.

તે પોતાના પિતા પાસે રહી અને વર્ષ 1805 થી 1873 સુધી જીવિત રહી હતી. પોતાની તસવીરોની તુલના મેરી સાથે કરતા Lindsay Bullisની ક્લિપને 4.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. તસવીર લોકોને એ અહેસાસ અપાવવા માટે પૂરતી હતી કે Lindsay Bullis કોઈ ટાઇમ ટ્રાવેલર છે. Lindsay Bullisએ કહ્યું કે, મને લાગ્યું કે અમારી વચ્ચે સમાનતા ચોંકાવનારી હતી. તેમણે વોટ્સ ધ જેમને જણાવ્યું કે, જ્યારે હું પોતાના પૈતૃક પરિવારના સભ્યોની શોધ કરી રહી હતી, તો મને એનેસેસ્ટ્રી પર આ તસવીર મળી.

તેણે કહ્યું કે, મને ખબર પડી કે તેનું નામ મેરી બેકવિથ છે અને હું એ જાણકારી મેળવવામાં સક્ષમ હતી અને તે ન્યૂયોર્કમાં જન્મી હતી અને વિસ્કોન્સિનમાં મરી ગઈ હતી અને તેનો એક દીકરો હતો. તેના પતિ, અબ્રાહમ બુલીસ, સિવિલ વૉરમાં એક સર્જન હતા, પરંતુ હું વાસ્તવમાં તેમની બાબતે એટલું જ જાણું છું, મને લાગે છે કે મારો તેમની સાથે એક વિશેષ સંબંધ છે. ટિકટોક પર તેની સાથે જોડાયેલા Lindsay Bullisના વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી, છોકરી એ તું જ છે! ફરી આ દુનિયામાં સ્વાગત છે.

એક અન્યએ સહમતી વ્યક્ત કરી કે આ તમારો પુનર્જન્મ છે. એક અન્યએ કહ્યું કે, હે ભગવાન, તું એકદમ તેના જેવી દેખાય છે! આ અસ્વાભાવિક છે. જ્યારે ચોથાએ કહ્યું કે, હું શ્યોર છું કે તમે કોઈ ટાઇમ ટ્રાવેલર છો. એક વ્યક્તિએ બીજી થિયોરી બતાવતા કહ્યું કે, કહેવાય છે કે તમે એજ પરિવારોમાં પુનર્જન્મ લો છો, જ્યાં તમે પહેલા રહ્યા છો, એવું જ કંઈક થયું છે તારી સાથે. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો એ ડરામણું છે, તેનાથી ઇનકાર નહીં કરી શકાય.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp