જાપાનમાં ભૂકંપથી કાટમાળમાં દબાઈ ગયા હતા 90 વર્ષીય દાદી,6 દિવસ બાદ જીવિત મળ્યા

PC: bbc.com

જાપાનમાં નવા વર્ષના પહેલા જ દિવસે શક્તિશાળી ભૂકંપના ઝટકા અનુભવાયા, જેથી ભારે તબાહી મચી. ભૂકંપના કારણે ત્સુનામીનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાઓ પર ઘણી ઇમારતો પડી ગઈ હતી. આ ઘટના બાદ રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું હતું. ઘટનાના 6 દિવસ બાદ એક 90 વર્ષીય મહિલાને બહાર કાઢવામાં આવ્યા છે. ભૂકંપ આવ્યાના 123 કલાક બાદ પણ કાટમાળમાં દબાયેલા મહિલા જીવિત છે.

જાપાનમાં આવેલા આ ભૂકંપથી ઓછામાં ઓછા 126 લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાં એક 5 વર્ષીય છોકરો પણ હતો. જ્યારે ભૂકંપ આવ્યો તો છોકરાની સારવાર ચાલી રહી હતી કેમ કે તે ઉકળતા પાણીમાં પડી ગયો હતો. સારવાર દરમિયાન ભૂકંપ આવી ગયો અને બાળકનું મોત થઈ ગયું નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2024ના રોજ આવેલા ભૂકંપમાં સૌથી વધુ મોત જાપાનના વાજિમાં શહેરમાં થયા.

અહી ભૂકંપ આવ્યા બાદ ઘણી જગ્યાઓ પર આગ લાગી ગઈ હતી અને ઊંચી ઊંચી આગની લપેટો નજરે પડી હતી. અત્યારે પણ જાપાની સૈનિક રાહત કાર્ય યુદ્વસ્તર પર કરી રહ્યા છે અને લગભગ 30 હજાર લોકોને પાણી, ભોજન, દવાઓ અને અન્ય સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. તો જાપાનના લોકોની ફરિયાદ છે કે ભૂકંપ આવ્યા બાદ રહેવાસી વિસ્તારોને સારા કરવાના પ્રયાસ કરી રહી નથી.

તેમનું કહેવું છે કે જે કાટમાળોમાં તપાસ અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે, તેને જેમનો તેમ છોડી દેવામાં આવ્યો છે. કાટમાળોના કારણે ઘણા વિસ્તારોમાં રોડ બંધ થઈ ગયા છે. કતરી ન્યૂઝ ચેનલે જાપાની યોમીઉરી અખબારના સંદર્ભે જણાવ્યું કે, તેમના હવાઈ અભ્યાસથી ક્ષેત્રમાં 100 કરતા વધુ ભૂસ્ખલનની જાણકારી મળી છે અને કેટલાક મુખ્ય રસ્તા અવરોધિત છે. કેટલાક, સમુદાય કેમ કે શિરોમારુનો તટિય સમુદાય, જે ત્સુનામીથી પ્રભાવિત થયો હતો, અત્યારે પણ સહાયતાની રાહ જોઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp