Video: મહિલાએ ભૂલમાં આઈડ્રોપની જગ્યાએ આંખમાં સુપરગ્લૂ નાખ્યું, પછી...

PC: hollywoodunlocked.com

લોકો ઘણીવાર એવી ભૂલ કરી બેસે છે, જેની તેમણે ખાસ્સી મોટી કિંમત ચૂકવવી પડે છે. હાલમાં જ એક મહિલાએ સુપરગ્લૂને ભૂલથી આઈડ્રોપ સમજીને આંખમાં નાખી દીધું. ભૂલનું ભાન થાય એટલી વારમાં તો તેની સ્થિતિ ખરાબ થઇ ગઇ. જોકે, હવે તેની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો મહિલાની આ મૂર્ખાઈને લઇ તેની ફરીવાર આવું ન કરવાની સલાહ આપી રહ્યા છે.

પીપલ મેગેઝિનની એક રિપોર્ટ પ્રમાણે, એક મહિલાએ ભૂલથી આંખોમાં આઈડ્રોપના સ્થાને સુપરગ્લૂ નાખી દીધું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મહિલાનું નામ જેનીફર એવરસોલ છે. મહિલા અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. વીડિયોમાં મહિલા કહી રહી છે કે, મને મોસ્ટ ઈડિયટ પર્સન એવોર્ડથી સન્માનિત કરવી જોઇએ. તેણે આ કટાક્ષ પોતાની ભૂલને લીધે કર્યો. બાજુમાં આઈડ્રોપ હોવા છતાં તેણે ભૂલથી પોતાની આંખોમાં સુપરગ્લૂના ટીપા નાખી દીધા.

આંખમાં સુપરગ્લૂના ટીપા નાખ્યા પછી મહિલાએ આંખ ધીમેથી બંધ કરી દીધી હતી. જોકે, આ ગ્લૂ મહિલાની આંખના કોન્ટેક્ટમાં ન આવ્યું. મહિલાનું કહેવું છે કે, મારી સાથે આનાથી પણ વધારે ખરાબ થઇ શકતું હતું. એક્સ પર મહિલાને લઇ ઘણી રીતના રિસ્પોન્સ સામે આવી રહ્યા છે. લોકોએ મહિલાને પોતાની પરિસ્થિતિ સારી કરવા અને આ ભૂલ પછી ચોક્સાઇ વર્તવાની સલાહ આપી છે.

સર્જરીથી સમસ્યા દૂર થઇ જશે

એક યૂઝરે લખ્યું કે, આને તો હવે સર્જરીથી સારું કરી શકાય છે. આ ખૂબ જ ખતરનાક અને પીડાદાયી દેખાઇ રહ્યું છે. શું ડૉક્ટર તમારી આ આંખોને બચાવી શકશે. બીજા યૂઝરે પૂછ્યું કે, બસ એટલું કહી દો કે આ બે વસ્તુઓ એકબીજાની બાજુમાં શા માટે રાખી હતી. ભલે સોશિયલ મીડિયા પર લોકો કશું પણ કહે પણ ત્યાર પછી તે મહિલા આંખના એક ડૉક્ટર પાસે પણ ગઇ અને હવે તેનું કહેવું છે કે તેની આંખ હવે રિકવર થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp