પત્નીને 12 વર્ષ સાથે રહ્યા પછી ખબર પડી કે પતિ તો....
એક મહિલાએ છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન જ પોતાના પતિ વિરુદ્ધ પણ કેસ દાખલ કરી દીધો. પતિની જે હકીકત તેની સામે આવી, તેને જાણીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મહિલાને ખબર પડી કે પતિએ 12 વર્ષ અગાઉ બીજો એક પરિવાર બનાવી લીધો હતો. તે એ પરિવારને આર્થિક મદદ પણ કરી રહ્યો હતો. આ ઘટના ચીનના ઝેજિયાંગ પ્રાંતની છે. કોર્ટે મહિલાના હકમાં નિર્ણય સંભળાવતા તેને 4 ફ્લેટનો માલિકી હક્ક આપ્યો છે, જે મહિલા અને તેના પતિ બંનેના નામે હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, વાંગ શિયા નામની આ મહિલાને ખબર પડી કે તેના પતિ ચેન કાઈનું એકસ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. તેનું અન્ય મહિલા સાથે એક બાળક પણ છે. તેને આ બાબતે ત્યારે ખબર પડી જ્યારે તેના ઘરે કેટલાક લોકો લોનના પૈસા લેવા આવ્યા. તેઓ ચેન કાઇ એટલે કે મહિલાના પતિ બાબતે પૂછી રહ્યા હતા. મહિલાના પતિ ચેને 30 વર્ષ અગાઉ એક કંપની શરૂ કરી હતી. પછી તેણે પોતાના ભાઈ અને પિતાને 10 મિલિયન યુઆન ટ્રાન્સફર કરી દીધા, જેથી આ પૈસાથી બીજા પરિવારને સપોર્ટ કરી શકે.
અફેરની જાણકારી મળ્યા બાદ ચેન પોતાની પત્નીના પગમાં પડીને માફી માગવા લાગ્યો. તેણે કહ્યું કે, તે ભવિષ્યમાં વફાદાર રહેશે. તેણે વાંગને કહ્યું કે તે તેને છૂટાછેડા ન આપે. વાંગ પણ પોતાના દીકરાની ભલાઈ માટે છૂટાછેડાના નિર્ણયથી પાછળ હટી ગઈ, પરંતુ ફરી એક વર્ષ બાદ તેના દીકરાએ કહ્યું કે, તે છૂટાછેડાના સમર્થનમાં છે. ત્યારબાદ વાંગે પતિ વિરુદ્ધ છૂટાછેડાની અરજી કરી.
વાંગ એક હાઉસવાઈફ છે. તેને છૂટાછેડાની અરજી કર્યા બાદ પણ ખબર નહોતી કે પતિનો બિઝનેસ શું છે કે તેની પાસે કેટલા પૈસા છે. તેણે કોર્ટને આ બાબતે તપાસ કરવા કહ્યું. ત્યારે ખબર પડી કે તેણે પોતાના ભાઈ અને પિતાને પૈસા આપ્યા હતા. વાંગ સાથે સંબંધમાં થયેલા છળ બાદ કોર્ટે 4 ફ્લેટ આપવાનો નિર્ણય સંભળાવ્યો. હવે વાંગ એ સંપત્તિનો માલિકી હક્ક હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે જે પતિએ પોતાના બીજા પરિવાર માટે ખરીદી છે, પરંતુ આ બાબતે અત્યાર સુધી કોર્ટનો કોઈ નિર્ણય આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp