લંડનના રસ્તા પર લુંગી પહેરીને ફરતી ભારતીય છોકરીનો વીડિયો વાયરલ

PC: indianexpress.com

તમે અત્યાર સુધી સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સ્ટાર્સને જ સ્વેગમાં લુંગી પહેરીને અને સ્ટાઇલમાં ચશ્મા લગાવતા જોયા હશે, પરંતુ ઈન્ટરનેટ પર એક છોકરીએ લુંગી અને ચશ્માના સ્વેગથી નેટિજેન્સને હેરાન કરી દીધા છે. લંડનના રસ્તાઓ પર લુંગી પહેરીને ફરતી એક ભારતીય છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @valerydaania નામના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

વીડિયોમાં નજરે પડી રહેલી છોકરી ઘણા વર્ષોથી લંડનમાં રહે છે. ક્લિપમાં વેલેરીએ એક સાદું ટી-શર્ટ સાથે બ્લૂ રંગની ચેક્સવાળી લુંગીમાં સ્ટાઇલિશ ઢંગે લપેટી છે. તે આ ગેટઅપમાં ખૂબ કેઝ્યુઅલ, પરંતુ સ્ટાઇલિશ લાગી રહી છે. તેના આ લૂકમાં ટ્રેન્ડી તડકાના ચશ્મા પણ છે, જે આ લુંગી આઉટફિટને કમ્પ્લીટ કરે છે. છોકરીના આ વીડિયોને કેપ્શન આપ્યું છે ‘લંડનમાં લુંગી પહેરીને.’ વીડિયોમાં આ ગેટઅપમાં તે પૂરા સ્વેગમાં શહેરમાં ફરે છે અને એક માર્ટમાં જાય છે, જ્યાં તેની આસપાસના લોકોના રીએક્શન કેમેરામાં કેદ થઈ જાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by valery (@valerydaania)

કેટલાક લોકો તેને જોઈને હેરાન થઈ જાય છે, જ્યારે કેટલાક તેના કોન્ફિડેન્સ અને અનોખા અંદાજ પર હસવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટોરનો કેશિયર અને એક વૃદ્ધ મહિલા પણ વેલેરીના લૂકને પસંદ કરે છે. ઇન્સ્ટા પર અપલોડ થયા બાદ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે અને અત્યાર સુધી 11 લાખથી વધુ લોકોએ જોયો છે. નેટિજેન્સ આ ક્લિપ પર મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને પોતાની જડો પ્રત્યે સાચા રહેવા માટે તેના વખાણ કર્યા.

એક યુઝરે લખ્યું કે, ભારતીય બીજા દેશના લોકોને પણ બગાડી રહ્યા છે. બીજાએ કહ્યું કે, દરેક ઘરમાં આપણને લુંગી પહેરનારી એવી દાદી જોઈએ છે. એક અન્ય યુઝરે લખ્યું કે, તામિલનાડુની લુંગી સિસ્ટર માટે સન્માન. અન્ય એક યુઝરે લખ્યું કે, આ પ્રયોગ માટે અક્કા તું સેલ્યુટ ડિઝર્વ કરે છે. તો બીજા એક યુઝરે લખ્યું એ સ્ટનિંગ છે. જો કે, કેટલાક યુઝર્સે તેણે ખૂબ સામાન્ય માનતા લખ્યું કે, આ એક સ્કર્ટ જેવું જ તો દેખાઈ રહ્યું છે. એક યુઝરે કમેન્ટ કરી કે તામિલિયાન રોક્સ અમેરિકન શોક્ડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp