વારંવારના મેસેજ પછી પતિએ જવાબ ન આપ્યો તો પત્નીનો પારો ગયો, પણ પછી ખબર પડી કે...

PC: https://nz.news.yahoo.com

ન્યૂઝીલેન્ડની એક મહિલા મેસેજ કરી કરીને પતિની રાહ જોઇ રહી હતી અને પતિ મેસેજનો કોઇ જવાબ નહોતો આપતો. પણ પત્નીને જયારે પતિના મેસેજ નહીં કરવાના કારણ વિશે ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

એક મહિલાએ પોતાના પતિને એક પછી એક મેસેજ કર્યા, પરંતુ પતિ તરફથી કોઇ જવાબ નહી આપતા પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. પત્નીના મગજમાં શંકાના કીડા સળવળ્યા હતા, પરંતુ જયારે સત્ય બહાર આવ્યું ત્યારે પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી .હકિકતમાં, પતિનું મોત થઇ ચૂક્યું હતું. મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીકટોક પર આ વાતનો ખુલાસો કર્યો હતો.

ન્યૂઝીલેન્ડની રહેવાસી Bonnie Caldwellએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીકટોક પર ખુલાસો કરતા કહ્યું હતું કે, મારો પતિ  Matt તેના મિત્રો સાથે રગ્બી રમવા ગયો હતા. એ વાતથી હું નારાજ હતી કે મારો પતિ મને છોડીને મિત્રો સાથે ગયો હતો.

બોનીએ કહ્યુ કે અમારી વચ્ચે રાત્રે ફોન પર વાત થઇ હતી પરંતુ તે પછી પતિ Mattને વારંવાર ફોન કરવા છતા મેસેજનો કોઇ જવાબ નહોતો આવતો. બોનીએ કહ્યુ કે મને વિચાર આવ્યો કે પતિએ વધારે પડતો દારૂ પી લીધો હશે. જો કે તેની શંકા ખોટી પડી હતી અને ખબર પડી કે પતિ Mattનું મોત થઇ ચૂક્યું છે.

બોનીને તેના પતિના મોતની ખબર તેના દિયર પાસેથી મળી હતી. પતિ MATTના ભાઇએ બોનીને ફોન કરીને કહ્યું હતું કે Mattનું મોત થઇ ગયું છે. બોનીએ કહ્યું કે આ સમાચાર સાંભળીને મારું મન માનવા તૈયાર જ નહોતું કે પતિનું મોત થયું હશે.

બોનીએ આગળ કહ્યું કે તેનો પતિ Matt તેના મિત્ર સાથે  પહાડી વિસ્તારની હોટલમાં રોકાયા હતા. Mattએ ચિક્કાર દારૂ પીધો હતો અને તે પહાડ પરથી ખીણમાં ગબડી પડતા તેનું મોત થયું હતું.

જો કે સોશિયલ મીડિયા પર જે રીતે બોની એકદમ નોર્મલ થઇને વાત કરી રહી છે અને પતિના મોતના સમાચાર સંભળાવી રહી છે તે વાત કેટલાંક લોકોને ગળે ઉતરતી નથી. જો કે કેટલાંક લોકોએ એમ કહ્યું હતું કે મહિલા મજબુત મનોબળ ધરાવે છે અને દુખને સહન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp