આ ગામમાં ચાલતા ચાલતા જ ઊંઘી જાય છે લોકો, કારણ જાણીને હેરાન રહી જશો
જો તમે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ ઈચ્છો છો તો તમારે પોતાની ઊંઘ રોજ પૂરી કરવી જોઈએ. મનુષ્યો માટે 7-8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી હોય છે, પરંતુ ભાગદોડ ભરેલી જિંદગીમાં ઘણી વખત લોકો પૂરી ઊંઘ લઈ શકતા નથી. જો કે, એવું ક્યારેક ક્યારેક જ થાય છે, પરંતુ શું તમે કોઈ એવા ગામ બાબતે જાણો છો, જ્યાં લોકો દરેક સમય ઊંઘતા રહે છે. ચાલો આજે તમને દુનિયાના એક એવા અનોખા ગામ બાબતે બતાવવા જઇ રહ્યા છીએ, જ્યાં લોકો ચાલતા ચાલતા ઊંઘી જાય છે.
ક્યાં છે આ ગામ?
આપણે જે ગામની વાત કરીએ છીએ એ કઝાકિસ્તાનમાં આવ્યું છે. આ ગામનું નામ છે કલાચી. કહેવામાં આવે છે કે અહીંના લોકો મહિનાઓ સુધી ઊંઘે છે. આ જ કારણ છે કે આ ગામને સ્લીપી હોલો પણ કહેવામાં આવે છે. આ ગામ બાબતે દાવો કરવામાં આવે છે કે અહીની દરેક વ્યક્તિ વર્ષમાં ઓછામાં ઓછા એક મહિના માટે ઊંઘી જાય છે. હવે સવાલ ઉઠે છે કે આખરે અહીંના લોકો સાથે એમ શા માટે થાય છે. શું આ ગામના લોકો પોતાના મનથી એમ કરે છે કે તેમના શરીરમાં કંઈક હોય છે, જેના કારણે અહીંના લોકો એટલા દિવસ સુધી ઊંઘી જાય છે.
કઝાકિસ્તાનના કલાચી ગામથી જ્યારે આ પ્રકારના મામલા વધારે સામે આવવા લાગ્યા તો વૈજ્ઞાનિકોએ તેના પર રિસર્ચ કર્યું અને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો કે આખરે અહીંના લોકો સાથે એમ શા માટે થઈ રહ્યું છે. રિસર્ચમાં ખબર પડી કે અહીંના લોકો સાથે એવું દૂષિત પાણીના કારણે થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે આ આ ગામના પાણીમાં કાર્બન મોનોક્સાઇડ વધુ માત્રામાં જોવા મળે છે. જેના કારણે લોકોની આ હાલત થઈ રહી છે. અહીની હાલત એટલી ખરાબ છે કે લોકો ઘણી વખત ચાલતા ચાલતા જ ઊંઘી જાય છે.
કલાચી ગામમાં આ પ્રકારની પહેલી ઘટના વર્ષ 2010માં થઈ હતી. આ વર્ષે ગામની શાળામાં કેટલાક બાળક અચાનક ઊંઘી ગયા અને એટલું સૂતા કે ઘણા દિવસ સુધી ઉઠ્યા જ નહીં. ત્યારબાદ ધીરે ધીરે કાર્બન મોનોક્સાઇડની અસર ગામના 14 ટકા લોકો પર પડી અને હવે આખું ગામ તેની ઝપેટમાં છે. આ કારણે આ ગામને છોડીને હવે જવા લાગ્યા છે. જો કે, જે લોકો ગરીબ વર્ગના છે તેઓ અત્યારે પણ આ ગામમાં રહે છે અને આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp