26th January selfie contest

ચીનની ઘટી રહેલી વસ્તીથી દુનિયા કેમ પરેશાન છે? નિષ્ણાતોની ચિંતા સમજો

PC: firstpost.com

ભારત હવે ચીનને પછાડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ચીનની વસ્તી ઘટી રહી છે. તેની ઘટતી જતી વસ્તી સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની રહી છે. આવનારા સમયમાં તેની ખરાબ અસર ઘણા દેશો પર જોવા મળશે. મોટી મોટી ગ્લોબલ બ્રાન્ડના વેચાણ પર ભારે અસર પડી શકે છે. અત્યાર સુધી ચીનનું લેબર કોસ્ટ સૌથી નીચું મનાતું હતું.

ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા એક લેખમાં આ ખતરાની વાત કરવામાં આવી છે. હવે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ચીનમાં સતત ઘટતી વસ્તી માત્ર તેના સ્થાનિક અર્થતંત્રને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પણ અસર કરશે. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો આને લઈને શા માટે ચિંતિત છે?

સંકોચાઈ રહેલું વર્ક ફોર્સ વૈશ્વિક અર્થતંત્ર માટે બ્રેક તરીકે કામ કરી શકે છે. વર્ષોથી, ચીનની મોટી કાર્યકારી વયની વસ્તી વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન છે. ત્યાંના કારખાનાના કામદારો નજીવા વેતન માટે માલનું ઉત્પાદન કરે છે જે સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે.

આવનારા વર્ષોમાં ચીનમાં ઉચ્ચ શિક્ષિત વર્કફોર્સમાં વધારો થવાને કારણે અને યુવાનોની ઘટતી વસ્તીને કારણે ફેક્ટરી કામદારોની અછત સર્જાશે. આ કારણે ચીનની બહાર સામાનની કિંમતો ઝડપથી વધી શકે છે. અમેરિકા જેવા દેશોમાં મોંઘવારી ભયંકર રીતે વધી શકે છે જે મુખ્યત્વે ચીનમાંથી માલની આયાત પર નિર્ભર છે.

ચીનમાં વધી રહેલી લેબર કોસ્ટને કારણે અનેક કંપનીઓએ પહેલેથી જ ચીનમાં પોતાના મેન્યુફેકચરીંગ યુનિટ બંધ કરીને વિયેતનામ અને મેક્સિકો જેવા દેશો કે જયાં લેબર સસ્તું છે ત્યાં શિફ્ટ કરવા માંડ્યા છે.

ઘટતી વસ્તીને કારણે ચીનના ગ્રાહકોને ખર્ચ પણ ઘટશે, જેને કારણે એપલ સ્માર્ટફોનથી માંડીને  NIKE સ્નિકર્સ જેવી મોટી ગ્લોબલ બ્રાન્ડ કે જેઓ ચીનમાં પોતાનાની પ્રોડક્ટ પર નિર્ભર છે તેઓ ખરાબ રીતે પ્રભાવિત થશે. ચીનના મહત્ત્વના હાફસિંગ માર્કેટના ડેટા પણ સારા નથી.

ચીન પણ ઇમિગ્રેશન નિયમોમાં છૂટછાટ આપવાનું વલણ બતાવી રહ્યું નથી, જેનાથી વર્ક ફોર્સમાં વધારો થાય. મજૂરોની અછતની ભરપાઈ કરવા માટે, ચીન એશિયાના અન્ય દેશોમાં ઓછા-કુશળ ઉત્પાદનનું આઉટસોર્સિંગ કરી રહ્યું છે. આ સિવાય તેઓ ફેક્ટરીઓમાં વધુ ઓટોમેશનનો આગ્રહ કરી રહ્યા છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp