પ્લાસ્ટિકની ખાલી બોટલ આપો, બસમાં ફ્રી મુસાફરી કરો, આ જગ્યાએ સરકારે શરૂ કરી ઓફર

PC: timeoutabudhabi.com

પ્લાસ્ટિકથી થતું પ્રદૂષણ દુનિયા માટે એક ચિંતાનો વિષય બની ગયો છે. અનેક દેશોમાં પ્લાસ્ટિકના કચરાથી છૂટકારો મેળવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેના માટે અનેક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. જો કે, જ્યાર સુધી દેશના નાગરીકો જાગૃત નહીં થાય, ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન થઇ શકશે નહીં. તેવી સ્થિતિમાં પ્લાસ્ટિકના કચરાથી મુક્તિ મેળવવા માટે સરકારે જનતા માટે અનેક નવી જાહેરાતો કરે છે. આવી જ એક પહેલ સંયુક્ત અરબ અમીરાત (UAE)એ કરી છે.

ITCએ કરી જાહેરાત

‘ખલીઝ ટાઈમ્સ’માં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર, UAEની રાજધાની અબુ ધાબીમાં નગર પાલિકાઓ અને પરિવહન વિભાગના એકીકૃત પરિવહન કેન્દ્ર (ITC)એ સાર્વજનિક પરિવહનમાં યાત્રા કરનાર યાત્રીઓ માટે એક જાહેરાત કરી છે, જે મુજબ તેમને પ્લાસ્ટિકની ખાલી બોટલોના બદલામાં વિનામૂલ્યે યાત્રા કરવા મળશે.

દરેક બોટલ પર મળશે પોઈન્ટ

આના માટે યાત્રીઓને ખાલી પ્લાસ્ટિક બોટલોને જમા કરવાની રહેશે. દરેક ખાલી પ્લાસ્ટિકની બોટલ પર પોઈન્ટ મળશે. આ પોઈન્ટનો ઉપયોગ સાર્વજનિક પરિવહનની બસોમાં ભાડાના સ્વરૂપે કરવામાં આવી શકે છે.

મશીન લગાવવામાં આવશે

આ પહેલનું નામ ‘પોઈન્ટ્સ ફોર પ્લાસ્ટિક: દ બસ ટેરિફ’ રાખવામાં આવ્યું છે. પહેલના પ્રથમ ચરણમાં અબૂ ધાબીના મુખ્ય સ્ટેશનમાં એક પ્લાસ્ટિક જમા કરવાની મશીન સ્થાપિત કરવામાં આવશે, જેમાં યાત્રીઓ પ્લાસ્ટિકની ખાલી બોટલ જમા કરી શકે છે. નાની બોટલ (600 મિલી અથવા તેનાથી ઓછી)ને 1 પોઈન્ટ મળશે. મોટી પ્લાસ્ટિક બોટલ અથવા 600 મિલીથી વધુની બોટલોને 2 પોઈન્ટ મળશે. આ 10 પોઈન્ટ 1 દિરહમ બરાબર માનવામાં આવશે.

EADએ શરૂ કરી યોજના

આ પહેલ પર્યાવરણ એજન્સી અબુ-ધાબી (EAD), અબુ ધાબી વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર ‘તદ્દવીર’ અને ‘ડીગ્રેડ’ના સહયોગથી શરૂ કરવામાં આવી છે. EADમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોના પોતાના સહ કર્મચારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી પ્રમુખ સ્થાનો પર એકીકૃત બોટલ વાપસી યોજના શરૂ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp