'તમે ડુક્કરનું ભેજું ખાવાનું રાખો' વિદ્યાર્થીઓના હોમવર્ક ન કરવાથી શિક્ષક નારાજ

PC: hindi.news18.com

ચીનમાં એક વ્યાવસાયિક શાળાના શિક્ષકને બરતરફ કરવામાં આવ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓ સાથે તેનું ખરાબ વર્તન વિશ્વાસ ન આવે તેવું હતું. સુન નામના આ શિક્ષક, દક્ષિણપૂર્વ ચીનના અનહુઇ પ્રાંતમાં કુશળ શ્રમ માટેની ટર્શીયરી શિક્ષણ સંસ્થા, અનહુઇ સિનિયર ઇન્ડસ્ટ્રી ટેકનિકલ સ્કૂલમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસ કાઉન્સેલર હતો.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ મામલો 9 ઓક્ટોબરના રોજ પ્રકાશમાં આવ્યો જ્યારે તેણે વિદ્યાર્થીઓને સોંપેલું કામ પૂરું ન કરવા બદલ ફટકાર લગાવી. શિક્ષકે વિદ્યાર્થીઓને એક ફોટો તૈયાર કરીને એક કાગળ પર ચોંટાડવાનું કહ્યું હતું, પરંતુ ઘણા બાળકોએ સમયમર્યાદા વીતી ગયા પછી પણ તે કામ કર્યું ન હતું.

આ સાંભળીને સુન ગુસ્સે થઈ ગયો અને વિદ્યાર્થીઓને તેમના મોબાઈલ પર મેસેજ કરીને ઠપકો આપવા લાગ્યો. તેણે કથિત રીતે લખ્યું, 'શું તમારા મગજમાં મોબાઈલ ફોન સિવાય બીજું કંઈ છે? તમે કંઈ જ કરી શકતા નથી. આટલું નાનું એવું કામ મેં વારંવાર તમને કહ્યું અને છતાં પણ તમે લોકોએ તે કર્યું નથી. હવે મને ખબર પડી કે તમે ભણવામાં હોશિયાર કેમ નથી. તમારા દિમાગને ઝડપી બનાવવા માટે તમારે ડુક્કરનું દિમાગ ખાવું જોઈએ.'

જવાબમાં ઝાંગ નામના વિદ્યાર્થીએ પૂછ્યું, 'તમે આવી રીતે કેમ વાત કરો છો? એક શિક્ષક તરીકે તમે આવી વાત ન કરી શકો?' સને પલટીને તેને જવાબ આપ્યો અને ઝાંગને કૂતરો પણ કહી દીધો. જ્યારે શિક્ષક અને તેના વિદ્યાર્થીઓ વચ્ચેની આ ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લોકો ગુસ્સે થઈ ગયા. આ પછી જ્યારે હોબાળો થયો ત્યારે શાળાએ સુનને તેના વર્ગની સામે માફી માંગવા અને જે વિદ્યાર્થીને તેણે કૂતરો કહ્યો હતો તેની લેખિત માફી માંગવા કહ્યું.

જોકે તે સ્પષ્ટ નથી થયું કે, તેણે માફી માંગી કે નહીં, અધિકારીએ કહ્યું કે સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટના અંગે ચર્ચા કરવા માટે એક મીટિંગ યોજી હતી, જે પછી સુનને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેની બરતરફી ઓનલાઈન હેડલાઈન્સ બની ગઈ હતી. એક ઓનલાઈન યુઝરે કહ્યું, 'આ શિક્ષકનું મગજ પણ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. તે શિક્ષક બનવા માટે લાયક નથી.' બીજાએ લખ્યું, 'ચીનમાં શિક્ષકો દ્વારા શારીરિક અથવા મૌખિક દુર્વ્યવહારની ઘણી વખત ચર્ચા થાય છે. આની સામે કાર્યવાહી થવી જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp