દુનિયાના ટોપ-10 ધનિકોની યાદીમાં ઝુકરબર્ગ ત્રીજા નંબરે, જાણો મસ્ક ક્યાં પહોંચ્યા?

PC: britannica.com

દુનિયાના ધનકુબેરોની યાદીમાં ફેસબુકની પેરન્ટ કંપની મેટાના ફાઉન્ડર માર્ક ઝુબેરે ટેસ્લાના માલિક એલન મસ્કને પછાડીને ત્રીજા નંબરે પહોંચી ગયા છે. એલન મસ્ક ચોથા નંબર પર સરકી ગયા છે. ટેસ્લાના શેરમાં ગાબડાં પડવાને કારણે મસ્કની આ વર્ષમાં સંપત્તિ 4.03 લાખ કરોડ ધોવાઇ ગઇ હતી.

માર્ક ઝુબેરની નેટવર્થ 187 બિલિયન ડોલર એટલેકે 15.57લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. જ્યારે મસ્કની નેટવર્થ 181 બિલિયન ડોલર એટલે કે 15.07 લાખ કરોડ થઇ છે.

દુનિયાના ટોપ-10માં ભારતનો એક પણ ઉદ્યોગકારનો નંબર નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 11માં નંબર પર અને ગૌતમ અદાણી 14માં સ્થાન પર છે. પહેલા નંબર પર બર્નાડ અરનોલ્ટ અને બીજા નંબર પર અમેઝોનના જેફ બેઝોસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp