શિકાર કરવા 12 સિંહનું ટોળું ગામમાં ઘુસ્યું, સમગ્ર બનાવ CCTVમાં કૈદ

અમેરલી પંથકમાં વારે છાશવારે સિંહોનું ગામમાં ઘુસવું સામાન્ય ગણાય છે. આના કારણે ત્યાંનાં લોકો હંમેશ ભય સાથે જીવે છે. રાત્રીનાં સમયે સિંહોનું નીકળવું ગામલોકો માટે જાન ગુમાવવા જેવી બાબત છે. ગત રાત્રીએ એક નહી પણ 12-12 સિંહનું ટોળું ગામમાં ઘુસી આવ્યું હતું.

ઘટના છે અમરેલી-ધારી નજીક આવેલા રામપુરા ગામની. આ ગામ આમ તો ઘોર જંગલની બિલ્કુલ નજીક છે. અહીંનાં લોકો ડર સાથે જ જીવે છે. ખાસ કરીને વન્ય પશુઓ ગમે ત્યારે આવી આક્રમણ કરીને પશુ તો શું માણસોને પણ ઉઠાવીને ખાઈ જાય છે.

ગતરાત્રિએ રામપુરામાં એક નહી 12 સિંહનું ટોળું ઘુસી આવ્યું હતું. આ સમયે ગામલોકો ભર ઊંઘમાં સૂતેલા હતા. શિકાર કરવાની શોધમાં સિંહોનું ટોળું ગામમાં આવતા ગામ લોકોને રાત્રીનાં સમયે આનું ભાન સુધ્ધા હતું નહી પરંતુ ગામનાં આગેવાન દિલીપભાઈ જેરૂકાનાં સીસીટીવીમાં ભૂખ્યા સિંહો ઝિલાઈ ગયા હતા. સીસીટીવીનાં ફૂટેજ જોઈને ગામલોકોની ઊંઘ હવે વધારે ઊડી ગઈ છે. ગામલોકો પહેલાથી જ સિંહોને લઈ ભયભીત હતા. હવે આ સીસીટીવી ફૂટેજ સામે આવતા જ તેમનાં મોંમાંથી સિસકારા નીકળી રહ્યા છે.

જો કોઈ પશુ કે માણસ આ સિંહોનાં હાથમાં આવી જતે તો નિશંકપણે કોઈ રીતે પણ તે પોતાનો જાન બચાવી શકવાની સ્થિતિમાં ન હોત અને તેને જાન ગુમાવાનો વારો આવ્યો હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp