16 વર્ષ પહેલા લોકસભામાં ભાજપના 3 સાંસદોએ ટેબલ પર નોટોના બંડલોનો ઢગલો કરેલો

PC: PIB

6 ડિસેમ્બરે લોકસભામાં 222 નંબરની સીટ પરથી 50,000 રૂપિયાનું 500ની નોટનું એક બંડલ મળ્યું અને એ નોટ કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીનું હતું એ વાતે હોબાળો મચેલો, પરંતુ આજે તમને 16 વર્ષ પહેલાની એક ઘટના વિશે વાત કરીશું જ્યારે ભાજપના 3 સાંભ્યોએ લોકસભામાં નોટોના બંડલોનો ઢગલો કરી દીધેલો.

22 જુલાઇ 2008નો એ દિવસ હતો અને સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. તે વખતે ભાજપના 3 સાંસદો અશોક અર્ગલ, ફગ્ગનસિંહ ફુલસ્તે અને મહાવીર ભગારો, નોટોના બંડલો ભરેલી બેગ લઇને લોકસભામાં પ્રવેશ્યા અને ટેબલ પર બંડલોનો ઢગલો કરી દીધો હતો. 1 કરોડ રૂપિયા રોકડા હતા.

ભાજપના સાંસદોએ આરોપ લગાવ્યો કે આ રૂપિયા UPA સરકારને સમર્થન આપવા અમને લાંચ પેટે એડવાન્સ આપવામાં આવ્યા છે અને કુલ 9 કરોડ રૂપિયામાં ડીલ થઇ છે. ભાજપનો આરોપ હતો કે તે વખતની કોંગ્રેસની સહયોગી પાર્ટી સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહે 1 કરોડ રૂપિયા આપ્યા હતા.

લાંબા વર્ષો સુધી આ કેસ ચાલ્યો અને આખરે એ એક કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં ચાલ્યા ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp