23 વર્ષીય છોકરીએ પાસ કરી UPSC પરીક્ષા, ફક્ત બે આંગળી છે પણ આત્મવિશ્વાસ...

PC: indiatoday.in

UPSC સિવિલ સેવા પરીક્ષા 2023નું પરિણામ જાહેર થયા બાદ તેને પાસ કરનારા લોકોની ઘણી સંઘર્ષપૂર્ણ કહાનીઓ સામે આવી રહી છે. કેરળની રહેવાસી સારિકાએ પણ UPSCની પરીક્ષા પાસ કરી છે. સારિકાએ UPSC 2023માં ભલે 922મો રેન્ક હાંસલ કર્યો છે, પરંતુ તેનો સંઘર્ષ જાણ્યા બાદ દરેક તેને સેલ્યૂટ કરશે. સારિકા, સેરેબ્રલ પોલ્સી નામની બીમારીથી પીડિત છે. જેમાં વ્યક્તિની માનસિક ક્ષમતા પ્રભાવિત થાય છે.

સાથે જ મૂવમેન્ટ કરવામાં ખૂબ મુશ્કેલ હોય છે. બોડીનો પોશ્ચર પણ સારો રહેતો નથી. આ બીમારીથી પીડિત વ્યક્તિ જન્મ અગાઉ જ તેનો શિકાર થઈ જાય છે. સારિકાએ આ મુશ્કેલ બીમારી સામે ઝઝૂમતા UPSCની પરીક્ષા ક્રેક કરી છે. તેણે તેને ક્યારેય પોતાની નબળાઈ બનવા દીધી નથી. રિપોર્ટ્સ મુજબ 23 વર્ષીય સારિકાનો જમણો હાથ પૂરી રીતે કામ કરતો નથી. જ્યારે ડાબા હાથની માત્ર 3 આંગળીઓ કામ કરે છે.

બાકીની 2 આંગળીઓથી જ તે મોટરથી સંચાલિત થતી વ્હીલચેરનો યુઝ ચાલવા-ફરવા માટે કરે છે. રિપોર્ટ્સ મુજબ સારિકાએ UPSC ઇન્ટરવ્યૂ માટે દિલ્હી સુધી વ્હીલ કહેર સાથે ગઈ હતી. આ દરમિયાન સાથે તેના પિતા પણ હતા. તે દીકરીનું મનોબળ વધારવા કતારથી આવ્યો હતો. સારિકાએ જણાવ્યું કે, ઇન્ટરવ્યૂમાં તેને ગ્રેજ્યુએશન સબ્જેક્ટ અને તેના જિલ્લા કોઝિકોડ બાબતે વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા.

તે દિવ્યાંગ વિદ્યાર્થીઓને મફત સિવિલ સેવા કોચિંગ પ્રદાન કરવા માટે એબ્સોલ્યૂટ IAS અકાદમીના સંસ્થાપક, લેખક અને પ્રેરક પ્રવક્તા જોબિન એસ. કોટ્ટારમ દ્વારા શરૂ કરવામાં આવેલા એક પ્રશિક્ષણ કાર્યક્રમ 'પ્રોજેક્ટ ચિત્રશાલાભમ'નો હિસ્સો હતી. સરિકાએ જણાવ્યું કે, મને આશા હતી કે હું પરીક્ષા પાસ કરી લઇશ. મને ખૂબ ખુશી છે કે હું એમ કરી શકી. મારી પાસે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે શબ્દ નથી. હું ગ્રેજ્યુએટ થયા બાદ સિવિલ સેવાઓને પસંદ કરવાનો નિર્ણય લીધો અને પોતાના પરિવાર, મિત્રો અને શિક્ષકોના સમર્થનની મદદથી તેને પાસ કરવાની ઉપલબ્ધિ હાંસલ કરવામાં સફળ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp