ઇન્ટરનેશનલ ગ્લોબલ લો કોન્ફરન્સમાં ગુજરાતની 3 મહિલા વકીલો જોડાઇ

PC: Khabarchhe.com

ગ્લોબલ વોર્મિંગની ચિંતા સાર્વત્રિક બનેલી છે. આ પ્રશ્ન માત્ર ભારતનો નહીં પણ વિશ્વના તમામ દેશો સાથે સંકળાયેલો છે. જેથી પર્યાવરણ બાબતે જાગૃતિ આવે તે માટે પર્યાવરણનો કાયદો, પડકારો અને ઉપાય સંદર્ભે પંજાબની ચંદીગઢ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. 

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા જજ જસ્ટીસ હેમંત ગુપ્તા, સુપ્રિમ કોર્ટ ઓફ UK(લંડન)ના જજ લોડ કર્ન્વથ, બેલ્જીયમ કન્સ્ટીટ્યુશનલ કોર્ટના જસ્ટીસ લુક લવસેન, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટીસ દીપક ગુપ્તા અને વિશ્વના અન્ય દેશોમાંથી અને ભારતનાં વિવિધ રાજ્યોમાંથી સિનિયર ડેલીગેટ્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતથી ખાસ આમંત્રિત થયેલા સિનિયર ડેલીગેટ્સ તરીકે એડવોકેટ દીપકા પી.ચાવડા, એડવોકેટ પ્રીતિ જે. જોષી અને એડવોકેટ સંગીતા ખૂ્ંટ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp