1200 લોકોનો પરિવાર અને 350 વોટર, આ ગામમાં વોટ કરશે અનોખી ફેમિલી

PC: aninews.in

દેશમાં લોકસભાની ચૂંટણીના પહેલા ચરણના મતદાનની તારીખ નજીક આવી ગઈ છે. આસામના સોનિતપુર જિલ્લામાં એક અનોખા પરિવાર બાબતે જાણકારી મળી છે. આ પરિવારમાં કુલ 350 મતદાતા છે. આ વિસ્તારમાં 19 એપ્રિલે મતદાન થશે. સૌથી વધુ વૉટર્સવાળા આ પરિવારના બધા લોકો 19 એપ્રિલે સોનિતપુર લોકસભા ક્ષેત્રમાં પોતાનું મતદાન કરશે. આ પરિવાર બાબતે વાત કરીએ ઓ બહાદુર થાપાના 12 પુત્ર અને 9 દીકરીઓ છે. તેની 5 પત્નીઓ હતી. રોન બહાદુરના 150 કરતા વધુ પૌત્ર-પૌત્રીઓ છે અને તેઓ હજુ જીવિત છે.

કુલ મળીને 1200 સભ્યોવાળા આ પરિવારમાં લગભગ 350 સભ્ય લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રોન થાપાના પરિવારજનોએ કહ્યું કે, વિસ્તારના અન્ય પરિવાર પણ રોન બહાદુર થાપાને પોતાના સંબંધી માને છે. આસામના સોનિતપુર જિલ્લામાં આ પરિવારનો પાયો રાખનાર રોન બહાદુર થાપાએ ANIને જણાવ્યું કે, મારા પિતા અહી વર્ષ 1964માં આવ્યા હતા. તે પોતાના પિતા સાથે વર્ષ 1964માં અહી આવીને વસી ગયા હતા. તેમની 5 પત્નીઓ હતી. તેનાથી તેમના 12 છોકરા અને 9 છોકરીઓ થઈ.

તેમના પોતાના પુત્રોથી 56 પૌત્ર પૌત્રીઓ હતા. દીકરીઓને કેટલા પૌત્ર પૌત્રીઓ થઈ તેની મને ખબર નથી. આ ચૂંટણીમાં થાપા પરિવારના લગભગ 350 લોકો મતદાન કરશે. જો તેમાં બાળકોને સામેલ કરીએ તો એ સંખ્યા 1200 પાર થઈ જાય છે. ટિલ બહાદુર થાપાએ પરિવારની મોટી સંખ્યા હોવા છતા કંઇ ખાસ ફાયદો ન મળવાને લઈને ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું કે, આસામમાં રોજગારની સમસ્યા છે અને તેમના ઘરના ભણી ગણીને પણ કોઈ સારો રોજગાર મેળવી શકતા નથી. અમારા બાળકોએ ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈને સરકાર નોકરી મળી નથી.

તેણે વધુમાં કહ્યું કે, અમારા પરિવારના કેટલાક લોકો બેંગ્લોર શિફ્ટ થઈ ગયા છે અને કેટલાકે પ્રાઇવેટ નોકરી પકડી લીધી છે. કેટલાક દહાડી મજૂરીનું પણ કામ કરી રહ્યા છે. હું વર્ષ 1989થી ગામના પ્રધાનના રૂપમાં કામ કરી રહ્યો છું. મારી પાસે 8 પુત્ર અને 3 દીકરીઓ છે. રોન બહાદુરના વધુ એક પુત્રએ કહ્યું કે તેની પણ 3 પત્નીઓ છે. આસામના સોનિતપુરમાં 19 એપ્રિલે મતદાન થશે. અહી લગભગ 16 લાખ વૉટર્સ છે. સોનિતપુરથી ભાજપે રંજીતા દત્તને તો કોંગ્રેસે પ્રેમલાલ ગંજુને ઉમેદવાર બનાવ્યા છે. વર્ષ 2019માં અહી ભાજપના ઉમેદવાર પલ્લબ લોચન દાસ ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2019 સુધી આ લોકસભા ક્ષેત્રનું નામ તેજપુર રહેતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp