શું તમને રાત્રે ઉંઘ નથી આવતી? ટ્રાય કરો 4-7-8 પદ્ધતિ

PC: sleepschool.me

આધુનિક જીવનશૈલી તેમજ વધતાં શહેરીકરણના પગલે રાત્રે સમયસર ઉંઘ નહી આવવી એક રોગનું સ્વરૂપ લઇ રહી છે. શહેરોમાં લોકો 12 વાગ્યા સુધી લગભગ જાગતા જ રહે છે. મોડી રાતે જ્યારે પથારી પર જાય છે ત્યાં પણ નિંદ્રાદેવી ઝટ દર્શન આપતાં નથી. હવે કરવું? બીજી તરફ એવું પણ બને છેકે વારંવાર પડખાં ફેરવવા છતાં પણ ઉંધ આવતી નથી.

કલ્પના કરો, જો ઉંઘ જ ન હોત તો?

ખરેખર આ બાબત કલ્પના કરવા જેવી છે, જેમાં જો ઉંઘ જ ન હોત તો. શું થતે? સીધી વાત છે, ઉંઘ ન હોતતો માણસને આરામ કરવાની તક નહીં મળતે. તેના શરીર અને માનસપટ પર તેની ખૂબ જ ખરાબ અસરો જોવા મળતી. તે ચિડચિડયા સ્વભાવનો બની જતે, તેની અસરો શારિરીકની સાથે સાથે સામાજિક,આર્થિક અસરો પણ પેદા થતે.

ઉંધ નહી આવવી મજાકની બાબત નથી

જેઓ લોકો ઉંધની સમસ્યાથી પિડાય છે તે કોઇ મજાકની બાબત નથી. મોડી રાત્રે નાસ્તો કરવાથી કે રાત્રે મોબાઇલ, કમ્પ્યુટર કે પછી ટીવીમાં જ ઇન્વોલ્વ રહેવાથી ઉંઘ આવતી નથી. જેને પગલે બને છે એવું કે દિવસે કામ દરમિયાન મોટા મોટા ઝોંકા આવે છે. દિવસનું શિડ્યુલ બગડે છે.

સુમધુર સંગીતથી પણ નથી આવતી ઉંઘ

કેટલાક લોકો ઉંઘ લાવવાના પ્રયત્નોરૂપે ઘણું બધું અપનાવતા અને અજમાવતા હોય છે. જેમાં કેટલાંક લોકો સુમધુર સંગીત, કલાસિકલ સોંગ સાંભળતા હોય છે. આ મેથડ કયારેક તો પોતાની અસર દેખાડી જાય છે પણ હંમેશાં કામ આવતી નથી.

4-7-8 છે અસરકારક ઉપાય

તમે કહેશો કે ભાઇ, આ 4-7-8 શું છે? આમ જોવા જઇએ તો આ આપણા યોગ જેવી જ એક નૈર્સગિક પદ્ધતિ છે જેમાં થોડીક વાર કે ક્ષણો માટે આપણા શ્વાસચ્છોશ્વાસ સાથે તાદાત્મય કેળવવાનું છે. આ પદ્ધતિ અપનાવવાથી ખૂબ જ સરળતાથી ઉંઘ આવશે.

શું છે 4-7-8 પદ્ધતિ?

4-7-8 એક શ્વાસચ્છોશ્વાસ પદ્ધતિ છે. જેમાં થોડીક ક્ષણો માટે ઉંડા શ્વાસ લેવાનું, તેને થોડીક ક્ષણો માટે રોકવાનું અને પછી થોડીક ક્ષણો માટે બહાર કાઢવાનુ હોય છે.

કેવી રીતે કરશો 4-7-8 પર અમલ?

1) 4 સેકન્ડ માટે તમારી નાક વાટે ઉંડુ શ્વાસ લો
2) 7 સેકન્ડ માટે તમારી શ્વાસને અંદર જ રોકી રાખો
3) 8 સેકન્ડ માટે તમારા મોઢા વડે શ્વાસને બહાર જ રોકી રાખો

4-7-8 તમારા ચેતાતંત્રને બનાવશે સામાન્ય

4-7-8 પદ્ધતિનો સૌથી મોટો લાભ એ છેકે નિયમિતરૂપે આ કસરત કરવાથી તમારું ચેતાતંત્ર એકદમ રિલેક્સ થઇ જશે. તમામ પ્રકારના ઉદ્વેગ,નિરાશા,ચિંતાઓ, માનસિક સમસ્યાઓના ઉકેલમાં પણ મદદ મળશે, અને અલટીમેટલી તમને આવશે મજેદાર ઉંધ. તો થઇ જાઓ તૈયાર 4-7-8 માટે.

4-7-8ના પ્રણેતા છે ડોકટર એન્ડ્રુ વેલ 

અમેરિકાના ફિલાડેલ્ફીયાના રહેવાસી તેમજ 8 જુન 1942ના દિવસે જન્મેલા 73 વર્ષીય ડોકટર એન્ડ્રુ વેલ 4-7-8ના પ્રણેતા ગણાય છે. તેઓ યુનિવર્સિટી ઓફ એરિઝોનાના એરિઝોના સેન્ટર ફોર ઇન્ટીગ્રેટીવ મેડિસીન વિભાગના ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યાં છે. અમેરિકામાં બેસ્ટ સેલિંગ પુસ્તક તરીકે નામના પામેલા પુસ્તક હોલિસ્ટિક હેલ્થના લેખક પણ છે.એન્ડ્રુ વેલે અનેક વિષયોમાં સંશોધનો કર્યા છે. આજે વિશ્વભરમાં તેમનું નામ છે. એન્ડ્રુ વેલ એક મેડિસીન નિષ્ણાત હોવા ઉપરાંત સંશોધનકર્તા પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp