IPLની એક મેચમાં 549 રન, ચોગ્ગા-છગ્ગા છવાયા, આવું પહેલીવાર, ઘણા રેકોર્ડ તૂટ્યા

PC: navbharattimes.indiatimes.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)ની મેચ નંબર-30 15 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા, જ્યારે ઘણા ઐતિહાસિક રેકોર્ડ તૂટવાથી બચી ગયા હતા. IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે, એક જ મેચમાં 549 રન બનાવ્યા હોય. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પ્રથમ રમતા, SRH એ 287/3 રન બનાવ્યા. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માત્ર 262/7 રન જ બનાવી શકી હતી.

IPL મેચમાં પ્રથમ વખત કુલ 549નો કુલ સ્કોર જ નહીં, આટલો મોટો એગ્રીગેટ પણ પ્રથમ વખત T20 મેચમાં બન્યો હતો. આ પહેલા IPL સીઝનમાં 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં 523 રનનો સ્કોર થયો હતો. તે મેચમાં હૈદરાબાદે 277/3નો સ્કોર બનાવ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પીછો કરતી વખતે માત્ર 246/5 રન બનાવી શકી હતી.

જો કે, 26 માર્ચ 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં ઈન્ટરનેશનલ T20 મેચ (બંને ટીમોના સ્કોર સહિત)માં કુલ 517 રન હતા. તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 258/5 રન બનાવ્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 7 બોલ બાકી રહેતા 259 રનનો સ્કોર પૂરો કર્યો હતો અને 6 વિકેટે જીત મેળવી હતી.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 15 એપ્રિલે રમાયેલી મેચમાં પ્રથમ રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ 287/3નો સ્કોર કર્યો હતો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 262/7નો સ્કોર કર્યો હતો. આ રીતે પેટ કમિન્સની ટીમે આ રોમાંચક મેચ 25 રને જીતી લીધી હતી.

આ જીત સાથે, SRH 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે ચોથા સ્થાને છે, જ્યારે RCB 7 મેચમાં 1 જીત સાથે છેલ્લી ટીમ છે. આવો હવે અમે તમને જણાવીએ કે, આ મેચમાં કયા કયા રેકોર્ડ બન્યા...

આ મેચમાં RCBના 4 બોલરોએ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ચાર બોલર હતા વિજયકુમાર વૈશાક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલ. આ ચારેય મેચમાં 235 રન આપ્યા હતા. આ ચારેય બોલરોએ 50થી વધુ રન આપ્યા હતા. આ પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. હકીકતમાં, IPL અને ઓવરઓલ T20 ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે એક જ ટીમના 4 બોલરોએ એક મેચમાં 50-50થી વધુ રન આપ્યા હોય.

મેચમાં ચારેય બોલરોનું પ્રદર્શનઃ ટૉપલી-68 રન આપ્યા-1 વિકેટ, વૈશાક-64 રન, ફર્ગ્યુસ-52 રન આપ્યા-2 વિકેટ, દયાલે-51 રન આપ્યા.

ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે 15 એપ્રિલના રોજ એટલી શાનદાર સદી ફટકારી હતી કે તેણે IPL ઈતિહાસમાં એક મહાન રેકોર્ડ તોડવામાં જરાક માટે રહી ગયો હતો. ઓપનર ટ્રેવિસ હેડે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે જોરદાર બેટિંગ કરી અને 39 બોલમાં સદી ફટકારી. આ રીતે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટતો બચ્યો. IPLમાં આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલના નામે છે.

RCB તરફથી રમતી વખતે ક્રિસ ગેલે 30 બોલમાં સદી ફટકારી હતી. તેણે 23 એપ્રિલ 2013ના રોજ પુણે વોરિયર્સ સામે આ ઇનિંગ રમી હતી. ત્યારપછી ક્રિસ ગેલે 66 બોલમાં 175 રનોની આતશબાજી કરી હતી. આ પછી આ યાદીમાં બીજું નામ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણનું છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યુસુફ પઠાણે 37 બોલમાં સદી ફટકારી હતી. તેણે 13 માર્ચ 2010ના રોજ બ્રેબોર્નમાં મુંબઈ સામે 100 રનની આ ઇનિંગ રમી હતી. આ પછી ડેવિડ મિલર છે, જેણે પંજાબ કિંગ્સ તરફથી રમતા 38 બોલમાં સદી ફટકારી હતી.

મિલરે 6 મે 2013ના રોજ મોહાલીમાં RCB સામે 101 રનની ઇનિંગ રમી હતી. આ રીતે ટ્રેવિસ હેડ હવે IPLમાં 39 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે. હેડે 39 બોલમાં સદી ફટકારતા 8 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 255 હતો. હેડે મેચમાં 41 બોલમાં 102 રનની કુલ ઇનિંગ રમી હતી.

IPLમાં સૌથી ઝડપી સદી: 30 બોલ-ક્રિસ ગેલ વિ. પુણે વોરિયર્સ,બેંગલુરુ 2013, 37 બોલ-યુસુફ પઠાણ વિ. મુંબઈ,બ્રેબોર્ન 2010, 38 બોલ-ડેવિડ મિલર વિ. RCB,મોહાલી 2013, 39 બોલ-ટ્રેવિસ હેડ વિ. RCB, બેંગલુરુ 2024, 42 બોલ-એડમ ગિલક્રિસ્ટ વિ. મુંબઈ, DY પાટીલ 2008

T20 ક્રિકેટ ઈતિહાસમાં ટોપ-5 સૌથી મોટા સ્કોર: 314/3-નેપાળ વિ મોંગોલિયા-હાંગઝોઉ 2023, 287/3-સનરાઈઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-બેંગ્લોર 2024, 278/3-અફઘાનિસ્તાન વિ આયર્લેન્ડ-દેહરાદૂન 2019, 278/4-ચેક રિપબ્લિક વિ તુર્કી-ઈલ્ફોવ કાઉન્ટી 2019, 277/3-સનરાઇઝર્સ હૈદરાબાદ વિ મુંબઇ ઇન્ડિયન્સ-હૈદરાબાદ 2024.

T20 મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી: 81 સનરાઈઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2024 (43 ચોગ્ગા + 38 છગ્ગા), 81 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, સેન્ચ્યુરિયન 2023 (46 ચોગ્ગા + 35 છગ્ગા), 78 મુલ્તાન સુલ્તાસ વિ ક્વેટા ગ્લેડીયેટર્સ, રાવલપિંડી 2023 (45 ચોગ્ગા + 33 છગ્ગા)

T20 મેચમાં સર્વોચ્ચ સ્કોર: 549 સનરાઈઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગ્લોર 2024, 523 સનરાઈઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ 2024, 517 વેસ્ટ ઈન્ડિઝ વિ દક્ષિણ આફ્રિકા, સેન્ચ્યુરિયન 2023, 515 મુલતાન સુલતાન્સ વિ ક્વેટા ગ્લેડીયેટર્સ રાવલપિંડી 2023, 506 સરે મિડલસેક્સ, ધ ઓવલ 2023.

T20 મેચમાં સૌથી વધુ છગ્ગા: 38 સનરાઈઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગલુરુ 2024, 38 સનરાઈઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ 2024, 37 બલ્ખ લિજેન્ડ્સ વિ કાબુલ જવાન, શારજાહ 2018, 37 જમૈકા તલ્લાવાહ વિ સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયટ્સ બૈસેટેર 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp