ઇંધણમાં ભાવ ઘટાડો PM મોદીની મજાકઃ AAPનો આરોપ

PC: indianexpress.com

AAP દ્વારા BJPએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ઘટાડો કર્યો છે એને એક મજાક ગણાવી છે. નરેન્દ્ર મોદીની સરકારે હાલમાં જ એક્સાઇઝ ડ્યુટીમાં ભાવ ઘટાડતાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થયું છે. જોકે AAP દ્વારા ટ્વીટર પર કરવામાં આવેલી ટ્વીટ મુજબ તેમનુ કહેવું છે કે આ એક મજાક છે અને મોદી સરકારના રાજમાં પેટ્રોલ અને ડીઝલ હંમેશાં મોંઘુ જ થયું છે અને એ હજી પણ છે.

વિપક્ષ દ્વારા હંમેશાં સરકાર પર આરોપ લગાવવામાં આવે છે કે, તેઓ આંકડાઓ સાથે રમીને સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. આ વિશે AAP દ્વારા ઘણી બધી ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને આંટીમાં લીધી હતી. AAP દ્વારા ઘણાં આંકડા રજૂ કરીને ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, PM મોદી કા પેટ્રોલ-ડીઝલ પ્રાઇઝ પર માસ્ટરસ્ટ્રોક. 13 વાર એક્સાઇઝ ડ્યૂટી વધારી અને પાંચ વાર ઓછી કરી. પછી બોલો વાહ. પીએમ મોદી વાહ. તેલનો ખેલ તો કોઈ મોદીથી શીખે. કિંમત ઘટાડવાની આ મજાકમાં આમ જનતા જ હંમેશાં ફસાય છે.’

2014માં જ્યારે BJP સરકાર આવી હતી ત્યારથી લઈને 2022 સુધીમાં ઇંધણની કિંમતોમાં ઘણીવાર વધારો કરવામાં આવ્યો છે. આ તમામ આંકડાઓનો એક રિપોર્ટ રીલિઝ કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે. એક્સાઇઝમાં ઘટાડા બાદ પણ પેટ્રોલ 10 રૂપિયા અને 43 પૈસા તેમજ ડીઝલ 12 રૂપિયા અને 24 પૈસા મોંઘુ થયું છે.

આ રીતે આંકડાઓની જાળમાં ફસાવીને મોદી સરકાર લોકોને છેલ્લા આઠ વર્ષથી ઠગી રહી છે. આ પહેલા કોંગ્રેસની સરકાર દ્વારા પણ આંકડાઓ દ્વારા રમવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. એ સમયે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન દ્વારા એનો જવાબ પણ આપવામાં આવ્યો હતો.

તેમણે ઘણી ટ્વીટ દ્વારા વિપક્ષને સમજાવવાની કોશિશ કરી હતી કે, એક્સાઇઝ ડ્યુટીના ઘટાડા સાથે રાજ્ય સરકારને કોઈ લેવા દેવા નથી હોતી. આ સાથે જ તેમણે એ પણ કહ્યું હતુ કે NDA સરકારે છેલ્લા આઠ વર્ષમાં જેટલું કામ કર્યું છે એટલું UPA સરકાર દ્વારા દસ વર્ષમાં પણ નથી કરવામાં આવ્યું.

તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, બેઝિક એક્સાઇઝ ડ્યુટી, સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ અને એગ્રીકલ્ચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ બધાને ધ્યાનમાં રાખીને એક્સાઇઝ ડ્યુટી બનાવવામાં આવે છે. બેઝિક એક્સાઇઝ ડ્યુટી રાજ્યો સાથે શેર કરવામાં આવે છે, પરંતુ બાકીનું શેર કરવામાં નથી આવતું.

તેમણે એ પણ કહ્યું હતું કે, પેટ્રોલ પર પ્રતિ લીટર આઠ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર છ રૂપિયા ઓછી કરી એ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસમાંથી કરવામાં આવી છે. આ પહેલાં પણ 2021ના નવેમ્બરમાં પેટ્રોલમાં પ્રતિ લીટર પાંચ રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર દસ રૂપિયા પણ એમાં જ ઓછાં કરવામાં આવ્યા હતા. મૂળ એક્સાઇઝ ડ્યુટીને રાજ્ય સાથે શેર કરવામાં આવે છે, જેને ટચ પણ કરવામાં નથી આવી. આથી આ જે કિંમત ઘટાડવામાં આવી છે એનો તમામ બોજો કેન્દ્ર સહન કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp