600 ઈ-મેલ, 80 કોલ...પછી આ ભારતીય યુવકને વર્લ્ડ બેંકમાં મળી નોકરી

PC: malayalam.indiatoday.in

કહેવાય છે કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી અને વહેલા કે મોડા તે ફળ જરૂર આપે છે. આ કહેવત એક ભારતીય યુવક સાથે સાચી પડી છે, જેણે ઘણી મહેનત પછી આખરે વર્લ્ડ બેંકમાં નોકરી મેળવી છે. યેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા આ યુવકને 600 ઈમેલ અને 80 ફોન કોલ્સ પછી આ શાનદાર નોકરી મળી છે.

વત્સલ નાહટાની આ સ્ટોરીની શરૂઆત વર્ષ 2020 માં થઈ છે, જ્યારે કોરોના મહામારી ચરમસીમા પર હતો. નાહટાએ એપ્રિલ 2020 માં તેને ગ્રેજ્યુએશન તો પૂર્ણ કર્યું, પરંતુ મહામારીને કારણે પરિસ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી હતી અને નાહટાને ચિંતા હતી કે તે નોકરી મેળવી શકશે કે નહીં. તેણે આખી સ્ટોરી પ્રોફેશનલ સોશિયલ મીડિયા વેબસાઈટ LinkedIn પર શેર કરી છે. નાહટા લખે છે, 'જ્યારે પણ હું યાદ કરું છે કે મને વર્લ્ડ બેંકમાં કેવી રીતે નોકરી મળી, ત્યારે હું કંપી જાઉં છું.'

2020 ના પ્રથમ છ મહિના દરેક માટે મુશ્કેલીઓથી ભરેલા હતા. લોકો મહામારીના પ્રકોપનો સામનો કરવામાં લાગેલા હતા અને નોકરીના મોરચા પર પણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓ હતી. કોવિડને મહામારી તરીકે વર્ણવ્યા પછી, કંપનીઓએ છૂટા કરવાનું શરૂ કર્યું અને હજારો લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી. તે સમયગાળાને યાદ કરતાં નાહટા કહે છે, 'બધી કંપનીઓ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહી હતી અને આવી સ્થિતિમાં નવા લોકોની ભરતી કરવાનો કોઈ અર્થ નહોતો. ઐતિહાસિક મંદીનો ખતરો દરેકના માથા પર હતો.

આ સમયે, નાહટા મે 2020 માં યેલ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ અને ડેવલપમેન્ટ ઇકોનોમિક્સમાં માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી લેવાની તૈયારીમાં હતા. એ જ વર્ષે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નિયમોને કડક બનાવ્યા હતા. નાહટા તે ભારતીય પ્રતિભાઓમાંના એક હતા જેઓ તે સમયે કોઈ એવી કંપની શોધવામાં નિષ્ફળ રહ્યા હતા, જે તેમના વિઝાને સ્પોન્સર કરે. કંપનીઓમાં ઇન્ટરવ્યુના અંતિમ રાઉન્ડમાં પહોંચી રહ્યો હતો, પરંતુ કંપનીઓ તેને રિજેક્ટ કરી રહી હતી કારણ કે તેઓ તેના વિઝાને સ્પોન્સર કરવામાં અસમર્થ હતી.

 

નાહટાએ પોતાની પોસ્ટમાં કહ્યું છે કે તે સમયે તમામ કંપનીઓ અનિશ્ચિતતાની સ્થિતિમાં હતી અને તેમને ખબર નહોતી કે આગળ ઇમિગ્રેશન પોલિસી કેવી હશે. ટ્રમ્પના વલણે તેને અનિશ્ચિત બનાવી દીધું અને તેથી જ કંપનીઓ અમેરિકન લોકોને નોકરીએ રાખી રહી છે. તે કહે છે કે એવું લાગી રહ્યું હતુ કે યેલ યુનિવર્સિટીની ડિગ્રી માત્ર કાગળનો ટુકડો છે. જ્યારે માતા-પિતા ફોન કરીને પૂછતા કે હું કેવો છું અને બધું કેવું છે, ત્યારે તેમને કંઈપણ કહેવું મુશ્કેલ થઈ ગયું હતું.

નાહટા હાલમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. તે કહે છે કે તમામ પ્રતિકૂળ સંજોગો પછી પણ તે હાર માનવા તૈયાર નહોતો. તેના માટે બે બાબતો સ્પષ્ટ હતી... ભારત પરત ફરવું એ કોઈ વિકલ્પ નથી અને બીજું કે તેનો પહેલો પગાર US ડોલરમાં હોવો જોઈએ. આવી સ્થિતિમાં તેમને એક કડક નિર્ણય લીધો, કે નોકરી માટે અરજી ન કરવાનો અને જોબ પોર્ટલમાં ન શોધવાનો. તેના બદલે તેણે નેટવર્કિંગનો આશરો લીધો. નેટવર્કિંગનો અર્થ એ છે કે અજાણ્યા લોકોને ઈમેલ મોકલવા અને કૉલ કરવા તે આશા સાથે કે કોઈ સારો રિસ્પોન્સ આપશે.

નાહટાએ નેટવર્કિંગ પર બે મહિના સુધી સખત મહેનત કરી. તેણે LinkedIn પર 1500 થી વધુ કનેક્શન રિક્વેસ્ટ મોકલી. આ સિવાય તેણે અજાણ્યા લોકોને 600થી વધુ ઈમેલ અને 80થી વધુ ફોન કોલ્સ કર્યા હતા. નાહતા કહે છે, 'હું દરરોજ અજાણ્યા લોકોને ઓછામાં ઓછા 02 કૉલ કરતો હતો અને મારા જીવનમાં સૌથી વધુ રિજેક્ટ થતો હતો. જોકે, સમય પ્રમાણે મેં મારી ચામડી જાડી કરી નાખી. આખરે તેને સફળતા મળવા લાગી. મેના પ્રથમ સપ્તાહમાં તેમને ચાર નોકરીની ઓફર મળી હતી, જેમાંથી એક વર્લ્ડ બેંકની હતી. આખરે, તેમણે વિશ્વ બેંકની ઓફર સ્વીકારી, જે વિશ્વ બેંકના વર્તમાન રિસર્ચ ડાયરેક્ટર સાથે મળીને મશીન લર્નિંગ પર પુસ્તક લખવાનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp