અમદાવાદ-ઈસ્ટની બેઠક છેલ્લા 35 વર્ષથી ભાજપના કબ્જામાં છે

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં અમદાવાદ ઇસ્ટની બેઠક પર છેલ્લાં 35વર્ષથી ભાજપનો કબ્જો છે. ભાજપે આ વખતે આ બેઠક પરથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે હિમંતસિંહ પટેલને ટિકિટ આપી છે. 1989થી માંડીને 2019 સુધી અમદાવાદ ઇસ્ટની બેઠક પરથી ભાજપ જ જીતતું આવ્યું છે.

અમદવાદ ઇસ્ટની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારો અને અમદાવાદ જિલ્લો આવે છે. આમ તો અમદાવાદ ઇસ્ટની લોકસભા બેઠક 2009માં બની હતી. એ પહેલાં અમદાવાદ લોકસભા બેઠક હતી. નતો ઇસ્ટ બેઠક હતી કે ન તો વેસ્ટ. વર્ષ 2009માં ભાજપના હરિન પાઠક, વર્ષ 2014માં ભાજપના પરેશ રાવલ અને વર્ષ 2019માં હસમુખ પટેલે જીત મેળવી હતી.

1951માં કોંગ્રેસના ઉમેદવાર ગણેશ માવલંકર જીત્યા હતા અને લોકસભાના પહેલાં સ્પીકર બન્યા હતા. આ બેઠક પરથી ઇન્દુલાલ યાજ્ઞિક જેવી દિગ્ગજ નેતા પણ સાંસદ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp