અમદાવાદ પોલીસ પર ફ્રેક્ચર ગેંગના સભ્ય પાસેથી 5 લાખ લીધાનો આક્ષેપ, જુઓ ફોટા

PC: youtube.com

રાજ્યમાં પોલીસ આરોપીઓની પાસેથી કેસ નબળો કરવા અથવા તો આરોપીને છોડી દેવા માટે પૈસાની માગણી કરતી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં પોલીસની ખાખીને કલંક લગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આરોપીઓની પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો છે. આના પૂરાવાઓ આપતા ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

એક ફોટામાં એક  આરોપીના હાથમાં હાથકડી હોવા છતાં પણ તે પૈસા ગણી રહ્યો હોય તેવું દેખાય છે. ત્યારે સવાલ એ થયા છે કે, શું પોલીસકર્મીઓએ ખાખી લોકોની રક્ષા કરવા માટે પહેરી છે કે, પછી માત્ર આરોપીઓ પાસેથી તોડ કરવા માટે અને પૈસા કમાવવા માટે. પોલીસ જનતાના ટેક્સના પૈસાથી પગાર તો લે જ છે પણ હવે આરોપીઓ પાસેથી કટકી કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર ફ્રેકચર ગેંગના આરોપીની પાસેથી 5 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપની સાથે પોલીસકર્મીઓના કેટલાક ફોટા અને એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

જે ફોટાઓ વાયરલ થયા છે તેમાં ફ્રેકચર ગેંગના આરોપી ગૌરવની પાસેથી સાથે પોલીસકર્મી જ્યોતીન્દ્રસિંહ, ગીરીરાજસિંહ અને પોલીસકર્મી સિદ્ધરાજસિંહે પૈસા પડાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આ બાબતે બાપુનગર પૂર્વ પોલીસ સ્ટેશનના PI એ.એન. તાવીયાનું નામ પણ સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ બાબતે પોલીસ અધિકારી ગૌતમ પરમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફાયરીંગની ઘટના બની હતી. જે વાત મારી પાસે આવી હતી. આ બાબતે કેટલાક પોલીસકર્મીઓએ 5 લાખ રૂપિયા આરોપીની ઓફિસમાંથી રીકવર કર્યા હતા. પણ આ પૈસા કાગળ પર દર્શાવવામાં આવ્યા નથી. પોલીસે પૈસા જપ્ત ન કર્યા હોવાના કારણે કોઈ પણ પંચનામું કર્યું નથી. આ ઘટનામાં કોઈ ગેરરીતી થવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું નથી. છતાં પણ આ બાબતે વિશેષ તપાસના આદેશ DCP ઝોન-5ને આપવામાં આવ્યા છે. વીડિયો મારી પાસે નથી આવ્યો. માત્ર આ બાબતે વાત મારી પાસે આવી છે. એટલે આ વાતના આધારે જ મે તપાસના આદેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp