અલ્પેશ ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન: PM મોદી તાઈવાનનો મશરૂમ ખાઈને ગોરા થઈ ગયા

PC: intoday.in

વડગામમાં કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીનાં પ્રચાર અર્થે આવેલા રાધનપુરનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને ઠાકોર સેનાનાં નેતા અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં ફરી એક વખત હોબાળો મચી ગયો છે.

અલ્પેશ ઠાકોરે કહ્યુંકે જે પીએમ મોદી જે ખાય તે તમે ખાઈ શકો નહી. તમે જે ખાઓ છે તે તમને સારું નહી લાગશે. પીએમ જે ખાય છે તે તાઈવાનથી આવે છે તે મશરૂમ ખાય છે અને એક મશરૂમની કિમત 80 હજાર રૂપિયા છે. સીએમ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી મશરૂમ ખાય છે. મારા જેટલા કાળા હતા ગોરા કેવી રીતે થઈ ગયા. 35 વર્ષ પહેલાનો ફોટો જોયો છે. લાલ ટમાટર જેવા ગોરા કેવી રીતે થઈ ગયા. જે પીએમ 1.20 કરોડનાં મશરૂમ ખાઈ જાય છે.

અલ્પેશે કહ્યું કે સમજી લો જે પીએમ રોજનાં પાંચ મશરૂમ એટલે કે રોજનાં ચાર લાખ રૂપિયાના મશરૂમ ખાઈ જાય છે તેમને રોટી-દાળ-ભાત નહી સારા લાગશે. આ બધો તો દેખાવ છે. હવે જે પીએમ મહિનાનાં કરોડો રૂપિયાનાં મશરૂમ ખાય છે તેમનાં કાર્યકરો કેટવલા રૂપિયા ખાઈ જતા હશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.
આ પહેલા કોંગ્રેસે હાંકી કાઢેલા સિનિયર નેતા મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદી માટે નીચ શબ્દનો પ્રયોગ કર્યો હતો. બાદમાં તેમણે પીએમ મોદીની માફી માંગી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp