આખા દેશમાં લાગૂ કરવામાં આવશે NRC, કોઈપણ ધર્મના લોકોએ ગભરાવાની જરૂર નથીઃ અમિત શાહ

PC: nenow.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં જાહેરાત કરી કે આખા દેશમાં NRC લાગૂ કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે, કોઈપણ ધર્મના લોકોએ તેનાથી ગભરાવાની જરૂર નથી. રાજ્યસભામાં અમિત શાહે કહ્યું હતું કે, NRCમાં ધર્મના આધાર પર લોકોને બહાર કરવાનો કોઈ પ્રાવધાન નથી. જો કોઈનું નામ NRCમાંથી બહાર કરી દેવામાં આવશે તો તેમને ટ્રિબ્યૂનલમાં આવેદન કરવાનો અધિકાર છે. જો તેમની પાસે તેને માટે પૈસા નહીં હશે તો આસામ સરકાર તેમને માટે વકીલની સુવિધા પૂરી પાડશે. જણાવી દઈએ કે, આસામમાં પહેલીવાર NRC લાગૂ કરવામાં આવ્યું છે, જેમાં 19 લાખ લોકોને બહાર કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ અમેરિકા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)એ રાષ્ટ્રીય નાગરિક પંજી (NRC) પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરતા મંગળવારે કહ્યું કે, આસામમાં લાંબા સમયથી રહી રહેલા 20 લાખ લોકો ટૂંક સમયમાં જ ક્યાંયના નાગરિક નહીં રહેશે. સાથે જ આરોપ લગાવ્યો છે કે, તેમની નાગરિકતા નિષ્પક્ષ. પારદર્શી અને સુશાસિત પ્રક્રિયા વિના સમાપ્ત કરવામાં આવી રહી છે.

NRCના ધાર્મિક સ્વતંત્રતા નિહિતાર્થ પર એક રિપોર્ટમાં USCIRFએ કહ્યું કે, અધ્યતન સૂચીમાં 19 લાખ લોકોના નામ નથી. રિપોર્ટમાં એ વાત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, કઈ રીતે આ આખી પ્રક્રિયાનો ઉપયોગ મુસ્લિમ સમુદાયને નિશાનો બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. USCIRF આયુક્ત અનુરિમા ભાર્ગવે આ મુદ્દા પર કોંગ્રેશનલ આયોગ સમક્ષ આ અઠવાડિયાની પહેલી જુબાનીમાં કહ્યું, આસામમાં લાંબા સમયથી રહી રહેલા આશરે 20 લાખ લોકો ટૂંક સમયમાં જ કોઈપણ દેશના નાગરિક નહીં રહેશે. તેમની નાગરિકતા નિષ્પક્ષ, પારદર્શી અને સુશાસિત પ્રક્રિયા વિના સમાપ્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp