ગૃહમંત્રી અમિત શાહને કેમ આશા છે કે હવે આર્થિક મોરચે અચ્છે દિન રહેશે

PC: aajtak.in

કેન્દ્રીય ગૃહ મંત્રી અંમિત શાહે આશા વ્યકત કરી છે તે આગલા, એટલે કે ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી પોઝિટિવ ઝોનમાં આવી જશે. કોરોના મહામારીને  કારણે છેલ્લાં બે ત્રિમાસિક ગાળામાં જીડીપોનો દર સતત નેગેટિવ રહ્યો હતો. મતલબ કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) વધવાને બદલે નીચે ઉતરી ગયો હતો.

જૂન મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી 23.9 ટકા નેગેટિવ રહ્યો હતો.જયારે સપ્ટેમ્બર મહિનામાં પુરા થતા બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 7.5 ટકા નેગેટીવ રહ્યો હતો.આમ સામાન્ય રીતે જોઇએ તો પ્રથમ ત્રિમાસિક ગાળામાં  જીડીપી જે રીતે નીચે પટકાયો હતો તેની સરખામણીએ બીજા ત્રિમાસિક ગાળામાં નેગેટીવનું પ્રમાણ ઘટયું  હતું. બીજા શબ્દોમાં કહીએ તો દેશના અર્થંતંત્રમાં સુધારો જોવા મળ્યો.દેશના ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના બે ઓવર બ્રિજના વર્ચુઅલ  ઉદઘાટન કરતી વખતે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથાગ મહેનત કરી રહ્યા છે અને કોરોના સંકટના સમયમાં તેમણે અનેક રાહત પેકેજના પણ એલાન કર્યા છે.

અમિત શાહે કહ્યું હતું  કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થતંત્ર પર લાંબા ગાળાની અસરને ધ્યાનમાં રાખીને પોલીસી ઘડવામાં કોવિડ-19 મહામારીના યુગનો ઉપયોગ કર્યો. એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તેમણે વીજળી જેવા ઘણા ક્ષેત્રોમાં સુધારા કર્યા. ઔદ્યોગિક નીતિ, વીજળી, કૃષિ જેથી વિકાસની ગતિ ચાલુ રાખવા માટે એક સીસ્ટમ તૈયાર થઇ શકે.વડાપ્રધાને ગરીબોના કલ્યાણ અને અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે રૂપિયા 20 લાખ કરોડના પેકેજ જાહેર કર્યા.

શાહે કહ્યું કે વડાપ્રધાને કરેલી આ બધી મહેનતનું એ પરિણામ હાલના જીડીપીના આંકડામાં જોવા મળી રહ્યું છે. આપણે જીડીપી ગ્રોથમા વધારે પાછળ નથી. મને આશા છે કે ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં જીડીપી પોઝિટિવ ઝોનમાં આવી જશે.

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતને કારણે દેશનું અર્થતંત્ર લગભગ સ્ટોપ થઇ ગયું હતું, જેને કારણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 23.9 ટકા જેટલો નીચે ઉતરી ગયો હતો. સ્વાભાવિક રીતે દેશમાં નોકરી ધંધા બધું બંધ હતું એટલે અર્થંતંત્રનું ચકકર જ અટકી ગયું હતું. પણ અનલોક પછી બિઝનેસને ખોલવામાં આવ્યા અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રહ્યો તો નેગેટીવ જ, પણ પ્રથમ ત્રિમાસક ગાળાના 23.9 ટકાની સરખામણીએ 7.5 ટકા નેગેટીવ રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp