ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ઝટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, જાણો કોને મળશે ચાન્સ

PC: BCCI.tv

બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ત્રણ વન-ડે મેચોની શ્રેણીમાં ભારતની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પ્રથમ મેચમાં યજમાન ટીમના હાથે હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા સામે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત થયો છે અને તે બીજી વનડેમાં રમી શકે તેવી શક્યતા લગભગ નથી. હવે જો શાર્દુલ ઠાકુર ફિટ નથી તો તેની જગ્યાએ ઉમરાન મલિકને પ્લેઇંગ 11નો ભાગ બનાવવામાં આવી શકે એમ છે.

શાર્દુલ ઠાકુર પ્રથમ વનડેમાં બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. મેડિકલ ટીમ શાર્દુલ ઠાકુરની ઈજા પર નજર રાખી રહી છે. ટીમ મેનેજમેન્ટ શાર્દુલ ઠાકુરને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, તેથી મેચ પહેલા તેના રમવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. જો શાર્દુલ ઠાકુર 100 ટકા ફિટ નહીં હોય તો તેને બીજી વનડેમાંથી બહાર જ રાખવામાં આવશે.

મોહમ્મદ શમીની ઈજા બાદ ભારતીય ટીમમાં સામેલ થયેલો ઉમરાન મલિક રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. શાર્દુલ ઠાકુરના નહીં રમવાની સ્થિતિમાં ઉમરાન મલિકને પ્લેઇંગ 11નો ભાગ બનાવવામાં આવે તેવી પૂરી સંભાવના રહેલી છે.

અક્ષર પટેલની ફિટનેસને લઈને પણ ટીમ મેનેજમેન્ટ સામે મોટી સમસ્યા છે. અક્ષર પટેલની ફિટનેસ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. બરાબર મેચ ચાલુ થાય તે પહેલા અક્ષર પટેલના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. જો અક્ષર પટેલ ફિટ થઈ જશે, તો તે પ્લેઈંગ 11માં શાહબાઝ અહેમદની જગ્યા લેશે.

આ સિવાય KL રાહુલ બીજી વનડેમાં પણ વિકેટકીપિંગ સંભાળતો જોવા મળશે. રિષભ પંતને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ઋષભ પંત બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ બનશે કે નહીં તે બાબતે નિર્ણય પણ પછીથી નક્કી કરવામાં આવશે.

ઉમરાન મલિકે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 3 વનડે રમી છે, જેમાં તેની પાસે માત્ર 3 વિકેટ છે. ઉમરાને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. આવી સ્થિતિમાં, આ પ્રથમ વખત હશે જ્યારે તે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રમશે અને બાકીના સિનિયર ખેલાડીઓ પણ પ્લેઇંગ-11નો ભાગ હશે.

આ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-૧૧ આ હોઈ શકે છેઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, KL રાહુલ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, ઉમરાન મલિક, કુલદીપ સેન, દીપક ચહર, મોહમ્મદ સિરાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp