Apple આ વર્ષે લોન્ચ કરી શકે છે 3 નવા iPhone

PC: ibtimes.co.uk

Apple કંપની આ વર્ષે 3 નવા iPhone લોન્ચ કરી શકે છે. મિડિયા રીપોર્ટ પ્રમાણે, Apple તેના નવા ફોનના લોન્ચિંગ માટે તૈયાર છે અને ત્રણે એક બીજાની તુલનામાં અધિક લોકપ્રિય થશે તેવું માનવામાં આવી રહ્યું છે. તાઈવાન બિઝનેસ ગ્રુપ કેજીઆઈ સિક્યોરીટીઝ સાથે જોડાયેલા એક એક્સપર્ટે આ વાતની જાણકારી આપી છે.

તેના એક્સપર્ટના કહેવા પ્રમાણે, જ્યારે પણ Apple કંપનીની વાત આવે છે તો તેનો મુખ્ય ધ્યેય એ હોય છે કે તેના લોન્ચ કરેલા ફોનની વધુમાં વધુ થઈ શકે તેટલું વેચાણ કરવાનું છે. ગયા વર્ષે લોન્ચ કરેલા iPhone Xનું વેચાણ કંપનીના ધારવા કરતા ઘણું ઓંછું થયું હોવાને લીધે આ વર્ષે જો કંપની તેના ફોન લોન્ચ કરશે તો તેનું વેચાણ આશરે 10 કરોડનું થાય તેવા ટાર્ગેટ સાથે ઉતરશે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે કંપની આ વર્ષે તેની 6.1 ઈંચના iPhone ને લોન્ચ કરવાની છે. આ એલસીડી સ્ક્રીન ધરાવતો ફુલ એચડી ફોન iPhone X જેવો જ દેખાતો હશે. પરંતુ આ ફોનને ઘણા ઓછી કિંમતે ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે આ નવા ફોનની કિંમત 8 અને 8+ની જગ્યા લેશે અને તેની કિંમત 699 ડોલર હોવાની સંભાવના છે.

આ ત્રણે ડિવાઈસમાં ફેસ આઈડી હોવાની સંભાવના છે અને iPhone Xના ગેસ્ટ્રલ નેવિગેશનને ધ્યાનમાં રાખીને હોમ બટન કાઢી નાખ્યું છે. એક રીપોર્ટ પ્રમાણે 6.1 ઈંચની સ્ક્રીન ધરાવતા આ ફોનમાં ન તો ડ્યુઅલ કેમેરા હશે ન તો 3D આઈડી ટચ હશે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp